ઉના તાલુકાનાં નવાબંદર ગામમાં આશરે નાની-મોટી ૧૦૦૦ જેટલી બોટો આવેલી છે તથા જાફરાબાદ બંદર માં આશરે કુલ
માછીમારી બોટો આશરે ૩૫૦૦ થી પણ વધારે બોટો આવેલી છે. આ તમામ બોટોનું સંચાલન જાફરાબાદ ફીશરીઝ કચેરી દ્વારા
કરવામાં આવે છે. જાફરાબાદ કચેરીમાં જાફરાબાદ, ચાંચબંદર, બેટ બંદર, ધારા બંદર, નવાબંદર, સૈયદ રાજપરા તેમજ સીમર અને
ખડા બંદરનો સમાવેશ થાય છે. અને હાલ ફીશરીઝ ઓફીસમાં ખાલી જગ્યા હોવાના લીધે ઉપરોકત બંદરનાં માચ્છીમારી બોટ
માલીકોની કફોડી હાલત છે.
આ ફીશરીઝ ઓફીસમાં ફીશરીઝ ઓફીસરની જગ્યા તેમજ જાફરાબાદ બંદરમાં નાયબ નિયામકની જગ્યા ઘણા સમયથી ખાલી પડેલ
છે. તેમજ નવાબંદર ક્ચેરીના બંદરો જેવા કે રાજપરા, સીમર, નવાબંદર તથા ખડા બંદરોમાં ફીશરીજ ઓફીસરની જગ્યા ઘણા
સમયથી ખાલી પડેલ છે. આ કચેરી ઉપર ફકત ગાર્ડ દ્વારાજ સંચાલન કરવામાં આવે છે. અને કોઈ અગત્યનું કામ હોય તો આગેવાનો
દ્વારા ફીશરીઝ ઓફીસરનો ફોન દ્વારા સંપર્ક થતો નથી. માટે નવાબંદર ગામમાં ફીશરીઝ ઓફીસરની વહેલી તકે નિમણુંક કરી જગ્યા
ભરવામાં આવે તેવી માંગ કરી હતી. નવાબંદર ફીશરીઝ ઓફીસરની જગ્યા ખાલી હોવાથી નાના મોટા કામ જેવા કે વેપારી માટે
લાઇસન્સ, બોટોના લાઇસન્સ કોલ વેરીફીકેશન, ડીઝલ કાર્ડ જેવા કામ માટે માચ્છીમારોને હાલાકી ભોગવવી પડે છે. અને ઉપરોકત
કામ માટે ના છૂટકે જાફરાબાદ ફીશરીઝ કચેરીના ધકકા ખાવા પડે છે. અને ત્યાં પણ કોઈ અધિકારી હાજર ન હોવાથી માચ્છીમારોને
ધરમના ધકકા ખાવા પડે છે.
ફીશરીઝ ઓફીસરની જગ્યા ખાલી હોવાથી ઓફીસના અન્ય કર્મચારી દ્વારા મનસબી વહિવટ અને મનગમતો વિહવટ ચલાવતા હોય
તથા ટેલીફોન દ્દારા સંતાષકારક જવાબ આપતા નથી. અને જવાબદાર આગેવાન દ્વારા મનઘડત વર્તન કરે છે અને કહે છે કે, આ
મોબાઈલ અમારી માલીકીનો છે. કોઈ સરકારી નથી અને ફીશરીઝ ઓફીસમાં જવાબદાર અધિકારી વિપુલ માકડીયા દ્વારા કોઈપણ
માચ્છીમારને સારો અને સંતોષકાશ જવાબ આપતા નથી. જગ્યા વહેલી તકે ભરવામાં આવે નહિ તો ના છુટકે માચ્છીમારો તથા
વેપારી ભાઇઓને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી લેખીત ચિમકી ઉચ્ચારી હતી..
