Gujarat

વિપુલ ચૌધરીને ૭ વર્ષની સજા ઉપર સેસન્સ કોર્ટે સ્ટે આપ્યો

મહેસાણા
દુઘ સાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચૌધરીને કોર્ટે રાહત આપી છે. વિપુલ ચૌધરીની સજા ઉપર કોર્ટે સ્ટે આપ્યો છે. ૭ વર્ષની સજા ઉપર સેસન્સ કોર્ટે સ્ટે આપ્યો છે. વિપુલ ચૌધરી સહિત ૧૫ આરોપીની સજા ઉપર સ્ટે આપવામાં આવ્યો છે. ૫૦૦૦૦ હજારના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. મહેસાણા સેસન્સ કોર્ટે જામીન મંજુર કર્યા છે. તમને જણાવી દઈએ કે,સાગરદાણ કોભાંડ મુદ્દે વિપુલ ચૌધરીને ૭ વર્ષની સજા કરવામાં આવી હતી. દુઘ સાગર ડેરીના પુર્વ ચેરમેનને સાગરદાણ કોભાંડ મુદ્દે સાત વર્ષની સજા કરતા વિપુલ ચૌધરી સહિત તમામ આરોપીઓને કોર્ટે જેલ હવાલે કર્યા છે. જાે કે વિપુલ ચોધરીએ મીડિયા સમક્ષ કહ્યુ કે, મેં જ્યારે દાણ આપ્યું ત્યારે મહારાષ્ટ્રના હાલના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પણ હાજર હતા ત્યારે જુબાની લેવી હોઇ તો આ બધાની જુબાની લેવાની જરુર હતી. જે હાજર ન હતા તેવા અર્જુન મોઢવાડીયા અને શંકરસિંહ વાઘેલાની જુબાની લેવાનો શું અર્થ છે. મને આમા રાજકીય ષડયંત્ર સિવાઈ કઇ દેખાતું નથી. મને ન્યાય તંત્ર પર વિશ્વાસ છે અને સત્યનો વિજય થશે. ઇફ્કોએ પણ દાણ આપ્યુ છે અને એનડીડીબીએ પણ દાણ આપ્યુ છે પણ કેસ માત્ર મારા ઉપર થયો છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીએ એમ પણ કહ્યું કે, પશુઓ માટે કરેલ કામ મારા મતે ગુનો નથી.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *