Gujarat

મધુબન ડેમમાંથી અચાનક પાણી છોડાતા કારમાં સવાર પિતા-પુત્ર તણાયા

વલસાડ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ જળાશયોમાં પાણીના સ્તર વધ્યા છે. ત્યારે નદીમાં પાણી છોડાતા દુર્ઘટનાઓ પણ વધી છે. સંઘપ્રદેશ સેલવાસના ડોકમડી ખાતે આવેલા લો-લેવલ બ્રિજ પર પાણી વધી જતાં કારમાં સવાર પિતા-પુત્ર તણાયા હતા. મળતી માહિતી અનુસાર પિતા પોતાના ૭ વર્ષના બાળક સાથે બજાર તરફ જતા હતા. આ દરમિયાન લો-લેવલ બ્રિજ પર અચાનક પાણીનું સ્તર વધી જતાં કાર તણાઈ હતી. જે બાદ અકસ્માતની જાણ થતાં દ્ગડ્ઢઇહ્લ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી. જાે કે, બંનેની કોઈ ભાળ મળી નથી. મધુબન ડેમમાંથી અચાનક પાણી છોડાતા આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ત્યારે સ્થાનિકો પણ રોષ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે પાણી છોડાયું તો બ્રિજ કેમ બંધ ન કરાયો? જ્યારે દુર્ઘટના બાદ બેરિકેડ મુકાયા છે. જાે કે, આ સમસ્યા વર્ષોથી યથાવત્‌ છે. છતાં કોઈ કાયમી ઉકેલ લવાયો નથી. સેલવાસના આસપાસના અનેક ગામના લોકો અવર જવર માટે આ લો-લેવલ બ્રિજનો ઉપયોગ કરે છે. દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાય છે. લોકોની માગ છે કે, ઉંચો બ્રિજ બનાવી આવી દુર્ઘટનાઓને દૂર કરવામાં આવે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *