Gujarat

ગીરગઢડાના મોટા સમઢિયાળા ગામમાં રહેણાંક વિસ્તારમાં બે સિંહો ઘૂસી આવતા રખડતા એક પશુ પર હુમલો કરી મારણની મિજબાની માણી હતી….સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ…

ગીરગઢડાના મોટા સમઢિયાળા ગામમાં રહેણાંક વિસ્તારમાં બે સિંહો ઘૂસી જઇ એક રખડતા પશુ પર હુમલો કરી મારણની મિજબાની
માણી હતી. જોકે ગામમાં બે સિહો આટફેરા કરતા હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ ગઈ હતી. અગાઉ પણ સિંહ
ગામમાં આવી ચઢ્યા હતા. અને પશુના મારણ કરતા હોવાની ઘટના અવાર નવાર બનતી હોય ગીર વિસ્તાર નજીક હોવાથી ગ્રામ્ય
વિસ્તારોમાં અને સીમ વાડીમાં શિકાર સહેલાઇ મળી જતું હોવાથી વારંવાર ગામમાં આવતા હોવાની ઘટના સામે આવી હતી..
સમઢિયાળા ગામમાં રહેણાંક વિસ્તારમાં રાત્રિનાં સાડા બાર વાગ્યાની આસપાસ બે સિંહો ગામમાં આવી ગયા હતા. અને શિકારની
શોધમાં ગામની ગલીઓમાં આટાફેરા કર્યાં બાદ લાલજીભાઈ આંબાભાઈ ડોબરીયા મકાનના ડેલા આગળ આ બે સિંહોએ રખડતી એક
ગાય પર હુમલો કરી મારણની મિજબાની માણી હતી. અને બાદમા મીજબાની માણ્યા બાદ સીમમાં જતા રહ્યાં હતાં. જોકે ગામમાં
બે સિંહો આવતા રહેણાંક વિસ્તારમાં આવતા ગામ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું. બે સિંહો આટાફેરા કરતા સમગ્ર ઘટના
મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ છે.

-ગામમાં-રહેણાંક-વિસ્તારમાં-બે-સિંહો-ઘૂસી.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *