Gujarat

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતા પૂર્વક રાહ જૉવાતી હતી તે ડેમ આજે ઓવરફ્લો થઈ જતા ડેમ સાઈટ પર સાયરન વગાડીને ડેમ ઓવરફલો થવાનો મેસેજ કરી ઈજનેર દ્વારા ડેમના તમામ 29 દરવાજા સાડા સાત ફૂટે ખોલવામાં આવ્યા હતા ડેમ ઓવરફ્લો થતા રાજકોટ, જેતપુર સહિતના ગામોની ૨૨ લાખની વસ્તી પીવાના પાણીની અને ૪૬ ગામોના ખેડૂતોને સિંચાઇ માટેની પાણીની સમસ્યા એક ઝાટકે દૂર થઈ ગઈ છે.  

ઈ.સ.૧૯૫૪માં ૪૫૪.૭૫ લાખના ખર્ચથી સિંચાઇના હેતુથી  બનાવેલ ભાદર ડેમ ૩૪ ફૂટની ઉંચાઈ અને ૨૯ દરવાજા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા ૬૬૪૮ MCFTની છે. છેલા ૬૫ વર્ષથી અડીખમ ઊભેલ આ ડેમ અત્યાર સુધીમાં ૨૪બવખત ઓવરફ્લો થયો છે. અને હાલ આજે ઓવરફ્લો થતા ૨૫મી વાર ઓવરફ્લો થયો, આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર શહેરની ૨૨ લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે. આમ, તો સિંચાઇના હેતુ માટે જ બનાવેલ આ ડેમ તેની ૭૮ કિમી લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા ૪૬ ગામોની ૩૬૮૪૨હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડે છે
               ડેમના તમામ 29 દરવાજા ખોલતા ડેમના નીચાણવાળા વિસ્તારમાં ભાદર નદીના પટ વિસ્તારમાં આવતા જેતપુર, ગોંડલ, ધોરાજી અને જામકંડોરણાના સહિતના ૨૨ ગામોના રહીશોને નદીના પટ વિસ્તારમાં અવર જવર ન કરવાની ચેતવણી આપવામાં આવી છે. બીજી બાજુ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમ પણ પહોંચતા ટ્રાફિક જવાં જેવા દ્રશ્યો સર્જાયા હતા. વાહનોની લાંબી કતાર લાગી ગઈ હૈ.

IMG_20230723_200936.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *