Delhi

દિલ્હી હાઈકોર્ટમાંથી વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને મોટી રાહત

નવીદિલ્હી
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે શનિવારે એશિયન ગેમ્સ માટે બે કુસ્તીબાજાે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને ટ્રાયલમાંથી મુક્તિ આપવાના ર્નિણયને પડકારતી રેસલિંગ એસોસિએશનની એડહોક કમિટીની અરજી ફગાવી દીધી હતી. આ ર્નિણય સાથે બંને કુસ્તીબાજાે માટે એશિયન ગેમ્સમાં ભાગ લેવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે અમે નક્કી નહીં કરીએ કે શ્રેષ્ઠ રેસલર કોણ છે? કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટના જસ્ટિસ પ્રસાદે કુસ્તીબાજાે અમિત પંઘાલ અને સુજીત કલકલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. બંને દ્વારા એશિયન ગેમ્સમાં ટ્રાયલ વિના સીધી એન્ટ્રી આપવાની ચેલેન્જ આપવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે અમે નક્કી નહીં કરીએ કે શ્રેષ્ઠ રેસલર કોણ છે? અમે માત્ર એ જ જાેઈશું કે પસંદગી દરમિયાન પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું કે નહીં? ગઈકાલે શુક્રવારે સુનાવણી બાદ હાઈકોર્ટે કહ્યું હતું કે તેઓ પોતાનો ર્નિણય અનામત રાખે છે અને શનિવારે ચુકાદો સંભળાવશે. અંડર-૨૦ વર્લ્ડ ચેમ્પિયન અંકિતા પંઘાલ અને અંડર-૨૩ એશિયન ચેમ્પિયન સુજીત કલ્કલે દિલ્હી હાઈકોર્ટમાં વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને ટ્રાયલ વિના ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં સીધી એન્ટ્રી આપવા સામે અરજી કરી હતી. ગઈ કાલે સુનાવણી દરમિયાન કોર્ટે એડહોક કમિટીને પૂછ્યું હતું કે પુનિયા અને ફોગાટને કયા આધારે ટ્રાયલમાંથી મુક્તિ આપવામાં આવી છે? આ સમગ્ર વિવાદનું કારણ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની એડહોક કમિટીએ લીધેલો ર્નિણય છે, જે અંતર્ગત કમિટીએ બજરંગ પુનિયાને પુરુષોની ફ્રીસ્ટાઈલ ૬૫ કિગ્રા કેટેગરીમાં અને ફોગાટને મહિલાઓની ૫૩ કિગ્રા કેટેગરીના ટ્રાયલ્સમાંથી મુક્તિ આપી હતી. જાે કે, એડહોક કમિટીના ર્નિણયને બંને કુસ્તીબાજાે દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને તેઓએ આ ર્નિણયને રદ કરવાની માંગ કરી છે. ભારતીય કુસ્તી મહાસંઘ હવે ૨૩ જુલાઈના રોજ અન્ય કુસ્તીબાજાેની ટ્રાયલ લેશે અને પસંદગીના કુસ્તીબાજાેના નામોની યાદી ર્ંર્ઝ્રંને મોકલશે. શુક્રવારે આ કેસની સુનાવણી કરી રહેલા હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે કહ્યું હતું કે અમે શનિવારે આ મામલે ચુકાદો સંભળાવીશું, કારણ કે રવિવારે ખેલાડીઓની ટ્રાયલ સમાપ્ત થઈ રહી છે.

Page-10-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *