Gujarat

તહેવારને લીધે બજારમાં ભીડથી આરોગ્ય વિભાગની ચિંતા વધી

વડોદરા
વડોદરા શહેરમાં બુધવારે ૧૮થી ૪૪ વર્ષની વયના ૪,૨૮૪ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ મુકાવ્યો હતો. જ્યારે ૯,૨૯૨ લોકોએ રસીનો બીજાે ડોઝ મુકાવ્યો હતો. શહેરમાં અત્યાર સુધી ૧૮ પ્લસની કેટેગરી વાળા ૧૪,૬૮,૮૩૪ લોકોએ રસીનો પહેલો ડોઝ અને ૧૦,૮૫,૩૩૧ લોકોએ બીજાે ડોઝ મુકાવ્યો છે. બુધવારે શહેરમાં કુલ ૧૯,૫૩૧ લોકોએ રસી મુકાવી હતી. જેમાં ૧૩,૮૧૬ લોકોએ રસીનો બીજાે ડોઝ મુકાવ્યો હતો. વડોદરામાં મચ્છરનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. બુધવારે ડેન્ગ્યુના ૧૫ કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ચિકનગુનિયાના ૨૧ નમૂના પોઝિટિવ નોંધાયા છે. તાવના એક જ દિવસમાં ૭૮૩ કેસ આવ્યા છે. મચ્છરજન્ય રોગચાળાથી ૬૧૧ કેસ તાવના આવ્યા છે. જ્યારે શહેરમાં પાણીજન્ય રોગોના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. બુધવારે પાલિકાની વિવિધ ટીમોએ ચેકીંગ કરતા ઝાડા ઉલ્ટીના ૪૦ કેસ અને તાવના ૧૭૨ કેસ નોંધાયા છે. સાથે તરસાલી અને નવીધરતી વિસ્તારમાં ટાઇફોઇડના ૨ કેસ સપાટી પર આવ્યા છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૧૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૬૭૭ પશ્ચિમ ઝોનમાં ૧૧,૯૯૯, ઉત્તર ઝોનમાં ૧૧,૭૯૭, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૧૯, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૭૭૪ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક ૭૨,૧૧૪ ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૬૨૩ ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૭૧,૪૭૯ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરા શહેરમાં તહેવારોમાં ભીડ વધી છે અને તેના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે ગત ૧૯મી તારીખથી સતત પાંચ દિવસ એકપણ કેસ નોંધાયો નહતો, જાેકે, બુધવારે એકાએક કોરોનાના કેસ વધીને ૫ પર પહોંચતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. વડોદરા શહેરમાં તહેવારોના કારણે બજારોમાં ભારે ભીડ જાેવા મળી રહી છે. જાેકે કોરોનાના કેસ ઘટતા જ હવે લોકો બિન્દાસ્ત માસ્ક પહેર્યા વિના તેમજ સોશ્યિલ ડિસ્ટન્સ પણ રાખતા નહિ હોવાનું સામે આવ્યું છે. સપ્ટેમ્બર મહિનાની ૪થી તારીખે શહેરમાં ૫ કેસ નોંધાયા હતા. ત્યારબાદ સતત કેસ ઘટી ૦ પર પહોંચ્યાં હતા. ગત ૧૯મી તારીખથી ૨૩ તારીખ સુધી સતત કોરોનાનો શહેરમાં એકપણ કેસ નોંધાયો નહતો. જાેકે બુધવારે એકાએક કોરોનાના ૫ કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫ કેસ નોંધાયા છે. જેમાં તમામ ૫ કેસ શહેરમાં નોંધાયા છે. હાલ વડોદરા શહેરના વિવિધ હોસ્પિટલમાં ૧૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ઓક્સિજન પર ૧ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરની વિવિધ હોસ્પિટલમાં વધુ ૧ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જેના પગલે ડિસ્ચાર્જનો આંકડો ૭૧,૪૭૯ પર પહોંચ્યો છે. શહેરના જેતલપુર, ગોરવા, માંજલપુર અબે દાંડીયાબજારમાં પોઝિટીવ કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *