Gujarat

આણંદમાં કતલખાનું બનાવવાના ર્નિણયનો જૈન સમાજ દ્વારા વિરોધ

આણંદ
આણંદ શહેરના વધતો વ્યાપ જાેતા તથા નિયમ મુજબ અ વર્ગની નગરપાલિકા હોવાને કારણે કતલખાનનું હોવું જરૂરી છે એમ જણાવી આણંદ પાલિકાએ જૂની પાણીની ટાંકી પાસે ટીપી સ્કીમ ૩માં આવેલી પ્લોટ નં ૧૨૮ વાળી જગ્યામાં કતલખાનું બનાવવાનું નક્કી કર્યું છે અને આગામી ૨૯ તારીખે મળનારી પાલિકાની સામાન્ય સભામાં એજન્ડા પર તે કામ લેવામાં આવ્યું છે. શહેરની મધ્યમાં આ પ્રકારે કતલખાનું બનાવવાના ર્નિણયનો ચોમેરથી વિરોધ ઉઠ્‌યો છે. જેના ભાગરૂપે જૈન સમાજના અગ્રણીઓએ આજે બુધવારે પાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખને ર્નિણયના વિરોધમાં રજૂઆત કરી હતી અને આવેદન પત્ર પાઠવ્યું હતું. શ્રી શ્વેતામ્બંર મૂર્તિ પૂજક જૈન ઇન્ટર નેશનલ ઓર્ગેનાઇઝ, જૈન એલર્ટ ગૃપ – આણંદ – વિદ્યાનગર, જૈન સોશિયલ ગૃપ, આણંદ – વિદ્યાનગર, શ્રી શાંતિનાથ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ – આણંદ, શ્રી સ્થાનક વાસી જૈન સંઘ- આણંદ સહિત કુલ ૧૪ જેટલા જૈન સંઘની સંસ્થાઓએ આવેદનપત્ર આપીને પાલિકાને કતલખાનું નહીં બનાવવા અપીલ કરી હતી. આ અંગે આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલે જણાવ્યું હતું કે, કતલખાનનું બનાવવાનું નક્કી થયું નથી, પાલિકાની સામાન્ય સભામાં ફકત દરખાસ્ત મુકવામાં આવી છે.આણંદ નગરપાલિકાની આગામી ૨૯મી ઓકટોબરે યોજાનાર સામાન્ય સભામાં શહેરમાં ટી.પી. નં. -૦૩માં કતલખાનનું બનાવવા માટે એજન્ડામાં કામ મુકવામાં આવ્યું હોવાથી જૈન સમાજમાં રોષ ફેલાયો છે. જૈન સમાજ દ્વારા ૧૪ જેટલા આવેદનપત્ર આપીને શહેરમાં કતલખાનનું નહીં બનાવવા રજૂઆત કરી અપીલ કરાઇ હતી કે વિશ્વ પ્રસિધ્ધ અમૂલ સંસ્થા પશુપાલન થકી સમગ્ર દેશમાં દૂધ પૂરું પાડી રહે છે તે જ ધરતી પર આણંદ પાલિકાએ પશુઓની કતલ માટે કતલખાનું બનાવવા ર્નિણય કર્યો છે તે કોઇ પણ હિસાબે વ્યાજબી નથી. જૈન સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ સમક્ષ રજૂઆત કરી હતી અને જાે સામે આગામી સામાન્ય સભામાં કતલખાનનું બનાવવાનો ર્નિણય બદલવામાં નહીં આવે તો જૈન સમાજ રસ્તા પર ઉતરી વિરોધ કરશે.પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ રાવળાપુરા પાસે કતલખાનું હતું પરંતુ તે રોડનું સિક્સ લેનમાં રૂપાંતર થતા કતલખાનું કટિંગમાં તોડી પડાયું હતું. તે જગ્યા પર અવકુડા દ્વારા એપ્રોચ રોડ પ્રપોઝ કરવામાં આવતાં હવે તે જગ્યા પર નવું કતલખાનનું નોર્મ્સ પ્રમાણે બની શકે તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *