Gujarat

રાણપુર તાલુકાના અણીયાળી(કસ્બાતી)ગામમાં લાઈટ ના ધાંધીયા ને લઈને સરપંચ સહીત 2 લોકો દ્વારા PGVCL કચેરી ખાતે આત્મવિલોપન નો પ્રયાસ.

અણીયાળી ગામમાં દરોજ લાઈટના ધાંધીયા થી કંટાળી સરપંચ મેહુલભાઈ રાઠોડે શરીર ઉપર પેટ્રોલ છાંટી દીધુ અન્ય 1 વ્યક્તીએ પણ શરીર ઉપર પેટ્રોલ છાંટ્યુ,આત્મવિલોપન કરે એ પહેલા પોલીસે બંનેની અટકાયત કરી..
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી કસ્બાતી ગામે PGVCL ના ધાંધીયા ના કારણે દરોજ 5 થી 6 કલાક લાઈટ જતી રહેવા ને કારણે અણીયાળી ગામ લોકો છેલ્લા કેટલાક મહીના થી પરેશાન થઈ રહ્યા છે.રાણપુર તાલુકાના અણીયાળી(કસ્બાતી),કેરીયા,ધારપીપળા છેલ્લા કેટલાક મહીનાઓથી  ગામમાં લાઈટ ના ધાંધીયા ને લઈને અણીયાળી ગામના સરપંચ સહીત 2 લોકો દ્વારા રાણપુર પી.જી.વી.સી.એલ.કચેરી ના કમ્પાઉન્ડ  માં આત્મવિલોપન નો કર્યો પ્રયાસ કરવામાં આવતા અફડા તફડી મચી ગઈ હતી.અણીયાળી ગ્રામ પંચાયતના સરપંચ અને ગામલોકો દ્વારા રાણપુર પી.જી.વી.સી.એલ.ને અનેકવાર રજુઆત કરવા છતા નિરાકરણ નહી આવતા ગામલોકો એ પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે વિરોધ કર્યો હતો.તે દરમ્યાન અણીયાળી ગ્રામ પંચાયતના સરપંચ મેહુલભાઈ રાઠોડ અને હરેશભાઈ ભીટોરા એ પી.જી.વી.સી.એલ.ની કામગીરી થી કંટાળી ને આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો.આ ઘટનાની જાણ રાણપુર પોલીસ ને થતા રાણપુર પોલીસ કાફલો પી.જી.વી.સી.એલ.કચેરી ખાતે દોડી આવ્યો હતો અને આત્મવિલોપન કરી રહેલા અણીયાળી ગ્રામ પંચાયતના સરપંચ અને અન્ય એક ગામના આગેવાન સહીત આત્મવિલોપન નો પ્રયાસ કરી રહેલા આ બંને ને રાણપુર પોલીસે આત્મવિલોપન કરતા અટકાવી બંનેની અટકાયત કરવામાં આવી હતી.આ સમયે અણીયાળી,ધારપીપળા,કેરીયા ગામના લોકો મોટી સંખ્યામાં રાણપુર પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે એકઠા થયા હતા.રાણપુર પોલીસે અણીયાળી ના સરપંચ મેહુલભાઈ રાઠોડ અને હરેશભાઈ ભીટોરા એ પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી આત્મવિલોપન નો કરતા અટકાવી બંનેની અટકાયત કરી રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા.વારંવાર લાઈટના ધાંધીયા થી અણીયાળી,કેરીયા અને ધારપીપળા ગામના લોકો એ વિરોધ કરી રાણપુર પી.જી.વી.સી.એલ.કચેરી સામે રોષ ઠાલવ્યો હતો…
___________બોક્સ બનાવવુ👇👇___________
અણીયાળી સહીત 6 ગામમાં લાઈટના ધાધીયા છે કંટાળીન આત્મવિલોપન નિર્ણય કર્યો-સરપંચ અણીયાળી(કસ્બાતી)
આ બાબતે અણીયાળી કસ્બાતીના સરપંચ મેહુલભાઈ રાઠોડ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે અણીયાળી સહીત 6 ગામમાં કેટલાક મહીનાઓથી રાણપુર પી.જી.વી.સી.એલ.ની બેદરકારી ને લીધે દરોજ 6 થી 7 કલાક લાઈટ જતી રહે છે અનેકવાર અમે અધિકારીઓને રજુઆત કરી પણ અમારૂ કોઈ સાંભળતુ જ નોતુ એટલે અમે આજે પી.જી.વી.સી.એલ.કચેરીની કામગીરી થી કંટાળી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20230724-180715.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *