Gujarat

પાયલોટે હઠ પકડી કે, મારી નોકરી પૂરી થઈ, એટલે હું પ્લેન નહિ ઉડાડું

રાજકોટ
રાજકોટ શહેરમાં માનવામાં ન આવે તેઓ અજીબોગરીબ કિસ્સો બન્યો છે. એર ઇન્ડિયાની દિલ્લી ફ્લાઇટ સમયસર ટેકઓફ ન થઇ. ફ્લાઇટના પાયલોટે હઠ પકડી કે, મારી નોકરી પૂરી થઈ, એટલે હું પ્લેન નહિ ઉડાડું. ત્યારે આ કારણે રાજકોટ એરપોર્ટથી રાત્રે ૮ઃ૦૦ વાગ્યે દિલ્હી તરફ જતી ફ્લાઇટએ ઉડાન ન ભરી. પાયલોટની જીદને કારણે ત્રણ સાંસદો સહિત ૧૦૦ મુસાફરો રઝળી પડયા હતા. સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરિદેવસિંહને દિલ્હી જવા રવાના થયા હતા. પરંતુ બીજા પાયલોટની વ્યવસ્થા ન થતા ગઈકાલ રાતથી આ ફ્લાઈટ એરપોર્ટ પર જ રહી, અને ઉડાન ન ભરી શકી. જાેકે, આ ફ્લાઈટ ક્યારે ઉડાન ભરશે તેના કોઈ ઠેકાણા નથી. સામાન્ય રીતે એસટી બસ કે લોકલ ટ્રાવેલ્સ હોય તેમનું પણ મેનેજમેન્ટ હોય છે કે કયો ડ્રાઇવરની ક્યારે નોકરી પૂરી થાય છે અને એના રિલિવર તરીકે કોને ત્યાં રાખવા તે સ્થાનિક લેવલે પણ તેઓ નક્કી કરી પેસેન્જરનું પૂરતું ધ્યાન રાખતા હોય છે. પરંતુ જ્યારે વાત હવાઈ મુસાફરીની કરવામાં આવે ત્યારે તેના મેનેજમેન્ટની વિશ્વભરમાં પ્રશંસા થતી હોય છે. પરંતુ રાજકોટ એરપોર્ટ પર એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. જેમાં ગઈકાલે એટલે કે રવિવારે રાત્રિના આઠ વાગ્યે દિલ્હી માટે ઉડાન ભરવાની હતી. પરંતુ ફ્લાઇટનો જે મુખ્ય પાયલોટ હતો તેની શિફ્ટ પૂર્ણ થઈ જતા તેને જીદ પકડી હતી કે હવે હું ફ્લાઇટને ઉડાન નહીં ભરાવું. એક તરફ ફ્લાઈટ ૮ઃ૦૦ વાગ્યે ઉપડવાની હોવાથી તેમાં અંદાજે ૧૦૦ જેટલા પેસેન્જર સવાર થઈ ચૂક્યા હતા. જેમાં ગુજરાતના ત્રણ સાંસદ પણ હતા. જેમાંથી રાજકોટના મોહનભાઈ કુંડારીયા, જામનગરના પુનમબેન માડમ અને રાજ્યસભાના સાંસદ પદના ઉમેદવાર કેસરીદેવસિંહ પણ આ ફ્લાઈટમાં દિલ્હી જવાના હતા. પરંતુ પાયલોટની શિફ્ટ પૂરી થઈ જવાની જીદ સામે મેનેજમેન્ટથી લઈ સાંસદના પ્રયાસ પણ નિષ્ફળ નીવડ્યા હતા. પાયલોટ ટસનો મસ થયો ન હતો અને પોતાની જીદ ઉપર અડગ રહેતા જામનગરના સાંસદ પૂનમબેન માડમે જામનગર એરપોર્ટથી દિલ્હી માટેની ફ્લાઇટ પકડી હતી, જ્યારે રાજ્યસભાના ઉમેદવાર કેસરીદેવસિંહ અમદાવાદથી દિલ્હી માટેની ફ્લાઈટ પકડી હતી. જ્યારે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ દિલ્હી જવાનો પ્રોગ્રામ રદ કર્યો હતો. આવી રીતે અનેક પેસેન્જર હેરાન પરેશાન થયા હતા અને એર ઇન્ડિયાના મેનેજમેન્ટ ઉપર રોષ ઠાલવ્યો હતો.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *