Gujarat

મહુધા પી.આઈ. નો વિદાય સમારોહ યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
મહુધા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીઆઈ કે.એચ.ચૌધરી નાઓની ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં તેઓની જગ્યાએ એલ.આઈ.બી શાખામાંથી આવેલ નવા પીઆઈ એ.આર.ચૌધરી નાઓએ મહુધા પોલીસ સ્ટેશન ખાતે ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે પીઆઈ કે.એચ.ચૌધરી નાઓએ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ચાર્જ સંભાળ્યો.
મહુધા પોલીસ સ્ટેશન ખાતે ઉજવાયેલા આ કાર્યક્રમમાં પીઆઈ કે.એચ.ચૌધરી નું ફુલહાર કરી અને સાલ ઓઢાડી ને વિદાય કરવામાં આવ્યા હતા. સાથોસાથ એલ.આઈ.બી શાખામાંથી આવેલ અને હાલમાં મહુધા પોલીસ સ્ટેશન નું ચાર્જ સંભાળતાં નવા પીઆઈ એ.આર.ચૌધરી નું પીઆઈ કે.એચ.ચૌધરી તથા પીએસઆઈ સહિત મહુધા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. એક તરફ એલ.આઈ.બી શાખામાંથી મહુધા પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં નવા પીઆઈ એ.આર.ચૌધરી નાઓએ મહુધા પોલીસ સ્ટેશન ખાતે ચાર્જ સંભાળ્યો હતો ત્યારે બીજી તરફ પીઆઈ કે.એચ.ચૌધરી નાઓની બદલી ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે થતાં મહુધા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ આઈ.ડી.વાધેલા તથા પીએસઆઈ ડી.કે.કટારા સહિત મહુધા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ફુલહાર કરી અને સાલ ઓઢાડી ને વિદાય કરવામાં આવ્યા હતા. વિદાય નાં સમયે પીઆઈ કે.એચ.ચૌધરી અને પીએસઆઈ તથા મહુધા પોલીસ કર્મચારીઓ વચ્ચે લાગણીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.
પીઆઈ કે.એચ.ચૌધરી નાઓના વિદાય સમારોહ કાર્યક્રમમાં મહુધા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર.ચૌધરી, પીએસઆઈ આઈ.ડી.વાધેલા તથા પીએસઆઈ ડી.કે.કટારા સહિત મહુધા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, મહુધા કસ્બા કમિટી નાં હોદ્દેદારો અને સભ્યો તથા મહુધા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230726-WA0015-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *