Gujarat

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ખૂબ જ સારી અને મહત્વની પહેલ કરી છે. શિક્ષકોની એક તરફી જિલ્લા બદલી કેમ્પમાં ડીજીટલ અને સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા કરવામાં આવી છે

છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 347 શિક્ષકોની ખાલી જગ્યા ઉપર અન્ય જિલ્લાઓ માંથી શિક્ષકોની ઓફ્લાઈન એકતરફી જિલ્લા બદલી કેમ્પ આજે છોટાઉદેપુરની તાલુકા શાળા એકમાં યોજાયો હતો. આ બદલી કેમ્પમાં રાજ્યમાં પ્રથમ વખત ડીજીટલ રીતે કામગીરી હાથ ધરાઈ છે.
અરજદાર શિક્ષકો અને તેમના પરિજનોને રીઅલ ટાઈમ ખાલી જગ્યાની માહિતી મળે અને કેમ્પ કાર્યવાહીમાં સંપૂર્ણ પારદર્શિતાની સૌને ખબર રહે એ માટે QR કોડ અને Google link મારફત વ્યવસ્થા કરેલ છે. ઉમેદવાર શાળા પસંદ કરે એટલે તરત જ Google Sheet માં અપડેટ થાય અને કોઈપણ જગ્યાએથી ખાલી જગ્યાના Real Time Data જોઈ શકાય છે. બે દિવસ પહેલા જ ગૂગલ લિંક અને QR કોડ જાહેર કરી દેવાયા જેથી કંઈ શાળા કયાં છે તેની માહિતી મળી શકે તેમજ કેમ્પ દરમિયાન જેમ જેમ જગ્યા ભરાતી જાય તેમ તેમ તેની માહિતી અપડેટ થતા શિક્ષકોને પસંદગી કરવામાં આસાની રહી છે. આ ડીજીટલ પ્રક્રિયાની સુચારુ વ્યવસ્થાનાં કારણે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાઈ અને સંપૂર્ણ પારદર્શક રીતે કેમ્પ યોજાતા શિક્ષકોમાં ખુશી જોવા મળી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230726-130028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *