શ્રી ગોવિંદગુરુ યુનીવર્સીટી સંલગ્ન અને ચંદ્રમૌલી ફાઉન્ડેશન સંચાલિત જેતપુર પાવી તાલુકાના કલારાણી ખાતે સ્થિત એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ અને હાલોલ સ્થિત M.G મોટર્સના સંયુક્ત ઉપક્રમે બહેનો માટે ભરતી મેળો તા. ૨૬/૦૭/૨૦૨૩ ના રોજ યોજાયો. આ ભરતી મેળામાં ગોવિંદ ગુરુ યુનિવર્સીટી ના ઈ.સી મેમ્બર, છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ, એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના મેનેજીંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવા,આચાર્ય રઘુભાઈ વિગેરે ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું. જેમાં ૭૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો આ ભરતીમાં ૨૬ જેટલી બહેનોની પસંદગી થઈ. એમ.જી મોટર્સ ગોવિંદ ગુરુ યુનિવર્સીટીની વિવિધ કોલેજોમાં બહેનો માટેના ભરતી મેળાનું આયોજન કરે છે. એમ.જી.મોટોર્સ માંથી H.R આસિસ્ટન્ટ મેનેજર તપનભાઈ તેમજ એમ.જી.મોટોર્સ ની મેડિકલ ટીમ હાજર રહી . જે બહેનો ઈન્ટરવ્યુંમાં પાસ થયા પછી મેડીકલ ટેસ્ટ કરવામાં આવ્યો. મેડીકલ ટેસ્ટમાં પાસ થયા પછી બહેનોને ભરતી માટે નિયુક્તિ કરવામાં આવશે તેમ HR મેનેજર તપનભાઈ રાવલે જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


