જૂનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ તમામ ગામોમાં આઈ મોજણીના કેસોની માપણી કામગીરી તથા સ્વામીત્વ યોજના હેઠળના ગામોના ગ્રાઉન્ડ ટુથીંગની કામગીરી માટે ઉત્સુક ઉમેદવારો તથા એજન્સીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવે છે
જૂનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ તમામ ગામોમાં આઈ મોજણીના કેસોની માપણી કામગીરી તથા સ્વામીત્વ યોજના હેઠળના ગામોની ગ્રાઉન્ડ ટુથીંગ ની કામગીરી માટે આઈ.ટી.આઈ (સર્વેયર ટ્રેડ) અથવા ડિપ્લોમા (સિવિલ) અથવા બી.ઈ. (સિવિલ)માં ઉતીર્ણ અને કોમ્પ્યુટર નું જ્ઞાન ધરાવતા ઉત્સુક ઉમેદવાર અને કામગીરી કરતી એજન્સી એ ઉપરોક્ત કામગીરી કરવા માટે શ્રી સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર અને ગુજરાત સરકારશ્રીના મહેસુલ વિભાગ તરફથી નક્કી કરવામાં આવેલ બોલીઓ અને શરતોને આવીને લાઇસન્સી સર્વેયર તરીકે કામ કરવા માગતી વ્યક્તિ / એજન્સી એ દિવસ ૧૫ માં ડીસ્ટ્રીકટ ઈન્સપેકટર લેન્ડ રેકર્ડઝ ની કચેરી કચેરી, જુની આયુર્વેદિક કોલેજ બિલ્ડીંગ, પહેલા માળ સરદારબાગ જૂનાગઢ ખાતે કામકાજના દિવસો અને કચેરીના સમય દરમિયાન સંપર્ક કરી જોઈતી માહિતી મેળવી અને તે જ જગ્યાએ જરૂરી આધાર પુરાવા સાથે અરજી ફોર્મ રજૂ કરવા એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
