ઉપલેટામાં વોર્ડ નં. સાત અને આઠ માં ગટરોના પાણી કાયમ માટે રસ્તા પર ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ
થોડા દિવસોમાં તાત્કાલિક અસરથી સફાઈ નહિ થાય તો રસ્તા રોકો આંદોલનની આપી ચીમકી
વિઓ:- ઉપલેટામાં હાલ રોડ રસ્તાઓને લઈ અનેક સમસ્યાઓ ઉદ્ધભવી રહી છે , અનેક રોડ ખરાબ થયા છે ઘણા બધા રોડ પર મોટા મોટા ખાડાઓ થઈ ગયા છે , રોડની અને ગટરોની સમસ્યાઓને લઈ નગરપાલિકામાં અનેક વાર લોકોએ લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરેલ છે, જેનું હજુ સુધી કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી ત્યાં ફરી એક વખત ઉપલેટા નગરપાલિકા ને સ્થાનિક લોકોએ રસ્તા પર ગટરોના પાણી ઉભરાતા આપ્યું અલ્ટીમેટ
ઉપલેટામાં વોર્ડ નં સાત અને આઠ માં આવતો વિક્રમ ચોક થી ગાધા રોડ સુધીના રસ્તા પર હાલ ઘણા સમયથી ગટરોના પાણી ઉભરાઈ રહ્યા છે જેને કારણે સ્થાનિક લોકોને ભયંકર મચ્છરજન્ય રોગચાળો થવાની ભીતિ રહે છે અને આ રસ્તાઓ ઉપર ત્રણેક મંદિરો પણ આવેલ છે જ્યાં લોકો હાલ ચાલી રહેલા પવિત્ર માસમાં કાયમ મોટી સંખ્યામાં દર્શનાર્થે જતા હોય છે તેઓને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે .
આવી તમામ સમસ્યાઓ ને લઈ આજે સ્થાનિક રહેવાસીઓ દ્વારા નગરપાલિકાને રજુઆત કરી તાત્કાલિક ગટરોની અને રોડની સફાઈ કરવા રજુઆત કરી હતી વધુમાં જો આ સમસ્યાઓનું તાત્કાલિક અસરથી નિરાકરણ નહિ આવે તો આવનારા સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચારી હતી
અહેવાલ:- વિપુલ ધામેચા ઉપલેટા


