Gujarat

માણાવદરમાં સર્વરોગ નિદાન કેમ્પને ધારાસભ્યએ દીપ પ્રગટાવી કેમ્પને ખુલ્લો મુક્યો

માણાવદરમાં કાર્યરત અનસુયા ગૌધામ અને અનસુયા અન્નક્ષેત્રના હરેશભાઈ શેઠ, વિજયભાઈ શેઠ, હિતેનભાઈ શેઠ, મેઘનાબેન શેઠ અને રાહુલભાઈ શેઠ દ્વારા માણાવદરમાં સ્વ. ડી.સી. શેઠના સ્મરણના અર્થે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તેમજ જેમના નામે ગૌધામ તથા અન્યક્ષેત્ર ચાલી રહ્યું છે તેવા અનસુયાબેન શેઠે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મુક્યો હતો આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાંતો 10 જેટલા તબીબોએ પોતાની સેવા આપી હતી.
આ કેમ્પમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા તથા નગરપાલિકાના પૂર્વ સદસ્ય મેહુલભાઈ માણાવદરિયા ખાસ હાજર રહ્યા હતા. કેમ્પમાં હાડકા, ગળા, નાક, શ્વાસ, દાંત આંખ અને એવા દર્દોના નિદાન કરી મફત દવાઓ આપવામાં આવી હતી. જય અંબે હોસ્પિટલ (ચાંપરડા)ના તબીબોએ આપેલી સેવા બદલ આયોજકોએ તેમનું અભિવાદન કર્યું હતું તેમજ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
તસવીર જયદીપ બરવાડીયા
અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20230730-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *