રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય ધોરીમાર્ગ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઈવેના વર્ષો જુના પુલો બનાવેલા છે. તેવા પુલોને બાંધકામ વિભાગના નિષ્ણાંત અધિકારીઓને પુલની સ્થળ ચકાસણી કરી જર્જરીત પુલોને નવા બનાવવા વિનંતી છે. છોટાઉદેપુર તાલુકાના છોટાઉદેપુર થી અલીરાજપુર નેશનલ હાઈવે નં.૫૬ ઉપર ઓરસંગ નદીની પુલ આવેલો છે. જે પુલનું આયુષ્ય પુર્ણ થવા આવેલ છે. જેને લગભગ ૮૦ વર્ષ જેટલો સમય થયો છે. હાલમાં આ પુલ ઉપર મધ્યપ્રદેશને જોડતી હોવાથી હેવી વાહનોની સંખ્યા ખુબ જ વધી ગયેલ છે. તેમાં
પુલ ઉપર તિરાડ અને સી.સી રોડ બાકોરા પડી ગયેલ છે. જેનુ રીપેરીંગ કરીને વાહન વ્યવહાર ચલાવે છે. જૈની જાણકારી બાંધકામ ખાતના છોઉદેપુરના અધિકારીઓને ખબર છે. જે પુલને નવીન બનાવવા લોકમાંગલી થયેલ છે. તેમજ છોટાઉદેપુર થી કવાંટ સ્ટેટ હાઈવે રોડ ઉપર જિલ્લા પંચાયત પાસે ઓરસંગ નદીનો કવાંટ રોડને જોડતો પુલ આવેલ છે. તે પણ જર્જરીત થઈ ગયેલ છે. તેના પાયા પણ હચમચી ગયેલા છે પાવીજેતપુર તાલુકાના ભારજ નદી ઉપર છોટાઉદેપુર-પાવીજેતપુર બોડેલી નેશનલ ઈવે ૫૬ ઉપર પુલ આવેલો છે. તે પુલ ઉપરથી મધ્યપ્રદેશ અને ગુજરાતના હેવી વાહનો પસાર થાય છે. ઉપરાંત ઓરસંગ નદી અને ભારજ નદીમાંથી ખાણખનીજ વિભાગની કાયદેસર અને ગેરકાયદેસર લીઝો ચલાવવામાં આવે છે. તેમાંથી હજારોની સંખ્યામાં ઓવરલીડ ડમ્પરોની અવરજવર થાય છે. જે પુલનું આયુષ્ય ૮૦ વર્ષ પહેલાનું છે. જેથી તે પુલ પણ જર્જરીત હાલતમાં છે. આ ભારજ નદી ઉપર ડુંગરવાટ મુકામે સુખી ડેમ આવેલો છે. જે તેમનું પાણી છોડવામાં આવે, તો આ પુલનુ પક્ષ ધોવા જાય તેવી પરિસ્થિતિ છે. અને હાલમાં ભારજ નદીમાં ૮ થી ૧૦ જેટલા નાનામોટા કોતરોનુ પાણી આવે છે. તે પાણીથી ભારજ પોલના પીલર ખુલ્લા થઈ ગયેલ છે. તેમજ કેટલાક પીલરો જમીનમાં બેસી ગયા છે. તેથી હાઈવે રોડ બંધ કરવાની ફરજ પડેલ છે. તેવા સંજોગોમાં આ પુલને પણ નવીન પુલ બનાવવા લોક માંગણી છે. સિહોદ ગ્રામ પંચાયત તેમજ વાપવા ગ્રામ પંચાયત તેમજ અમાદરા ગ્રામ પંચાયત અને પાલીયા ગ્રામ પંચાયતના સરપંચો તરથી ૧૦ થી ૧૫ વર્ષ પહેલા લેખિત આપીને રેતીની લીઝો બંધ કરવાની લાગણી વાત કરી હતી. કારણ કે, તેવા ગામોના આસપાસના ખેડૂતોના કુવાઓમાં પાણીના સ્તર નીચે ગયેલ છે. તેથી પીવાનું પાણી તેમજ ખેતીનું પાણી મળતુ નથી. અને હેન્ડપંપોમાં પણ પાણીના લેવલ નીચા ગયેલ હોવાથી નકામા થઈ ગયેલ છે. તેવી પરિસ્થિતિમાં ભારજ નદીમાંથી રેતીની લીઝો બંધ કરવા પણ અનુરોધ કરુ છું. અને નવીન પુલ બનાવવા વિનંતી છે.
બોડેલી તાલુકાના બોડેલીથી જેતપુરપાવી છોટાઉદેપુર મધ્યપ્રદેશને જોડતી નેશનલ હાઈવે પસાર થાય છે. ત્યાં બોડેલી પાસે ચાચક મુલધર ગામે મેરીયા નદી ઉપર મેરીયા પુલ આવેલ છે. જે પુલ પણ ખુબ જ જર્જરીત છે. જેનું વારંવાર રીપેરીંગ કરીને વાહન વ્યવહાર ચલાવે છે. જેની જાણકારી બાંધકામ વિભાગના અધિકારીઓને હોવા છતાં આંખ આડા કાન કરીને વાહન વ્યવહાર ચલાવે છે. જે ખુબ જ ગંભીર બાબત છે. અને ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ છે. એમ રાજ્ય સભાના સાંસદ નારન રાઠવાએ રાજ્યના મુખ્ય મંત્રીને પત્ર લખી માંગ કરી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
