જૂનાગઢ શહેરમાંથી એક પીડિત મહિલા દ્વારા ૧૮૧ હેલ્પલાઇન માં ફોન આવેલ હતો કે પીડિત મહિલા ને તેમના દિયર તથા સસરા સાથે ઝઘડો થતાં અપશબ્દો બોલતા હોય જેથી ૧૮૧ પર ફોન કરી સમજાવવા માટે મદદ માંગી હતી.
આ ઉપરાંત અવાર નવાર થતાં ઝઘડા થી કંટાળી જઈ આત્મહત્યા કરવાના વિચાર આવવાનું જણાવતા હોય જેથી તેમની મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન જૂનાગઢ ની ટીમ ના કાઉન્સેલર અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ મધુબેન ઓડેદરા સહિતની ટીમ સ્થળ પર પહોંચી પીડિત મહિલાને મળી મેન્ટલી સપોર્ટ આપ્યો હતો. તેમના સસરા તથા દિયર ને સાંભળી કાઉન્સેલિંગ કરતા જણાયેલ કે બધા સંયુક્ત કુટુંબ માં રહેતા હોય અને તેમના દિયરને નશો કરવાની ટેવ હોવાથી અવાર નવાર ગેરવર્તન કરતા,સાસુ પણ ઘર કામ બાબતે મેણાં ટોણા બોલતા, અને તેમના પતિ સમજાવવા જાય તો તેમની સાથે પણ ઝઘડો કરતા હોય જેથી ઝઘડાથી કંટાળી જઈ આત્મહત્યા કરવાના વિચાર આવતા હતા. આમ, મહિલા ને કાયદાકીય માર્ગદર્શન આપેલ તથા લાંબાગાળા ના કાઉન્સેલિંગ માટે મહિલા સહાયતા કેન્દ્ર અને સખી વન સ્ટોપ સેન્ટર વિશે સલાહ આપવામાં આવી હતી. જેથી પીડિત મહિલા ને હાલ સખી વન સ્ટોપ સેન્ટર માં અરજી કરવી હોવાથી ઘરેલું હિંસા થી પીડિત મહિલા ના લાંબાગાળા ના કાઉન્સેલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટર માં અરજી અપાવેલ અને આગળ ની કાર્યવાહી તેઓ ને સોપવામાં આવ્યા હતા.
