Gujarat

છોટાઉદેપુર જિલ્લા ભાજપા મહામંત્રીનું પ્રદેશની સૂચનાથી રાજીનામું લેવાયું   

છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં મહામંત્રી શંકરભાઈ રાઠવા તેઓ જિલ્લા ભાજપમાં મહામંત્રી છે અને તેઓ પૂર્વ ધારાસભ્ય પણ છે અને ગાંધીનગર થી આઇપીએસ અધિકારી ધવલ પટેલ ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનર છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમા પ્રવેશ મહોત્સવમાં આવ્યા હતા તે વખતે પ્રાથમિક શાળાઓનું શિક્ષણ કાચું હોવાનું રિપોર્ટ કર્યો હતો જ્યારે જિલ્લા ભાજપમાં મહામંત્રી આ આઇએસ અધિકારીને ફટકાર ફેંકીને અધિકારીઓ તેઓના વિભાગનું કામ કરતા નથી અને છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણને બદનામ કરવા માટે આવી રીતના રિપોર્ટ કરી રહ્યા છે જેવા નિવેદનો ભાજપ મહામંત્રીએ સરકારની વિરોધમાં કર્યા હતા જેમાં પ્રદેશ કક્ષાએથી છોટાઉદેપુર જીલ્લા ભાજપ પ્રમુખને મહામંત્રી પાસે તેનો ખુલાસો માંગવાની નોટિસ આપતા મહામંત્રીએ ખુલાસો આપ્યો હતો પરંતુ ખુલાસાનો જવાબ યોગ્ય ના હોવાથી મહામંત્રી પાસે રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખે માંગતા જિલ્લા ભાજપમાં મહામંત્રીએ રાજીનામું સુપ્રત કર્યું છે છોટાઉદેપુર જિલ્લામાં કોઈપણ નેતા સરકાર સામે બોલશે ત્યારે આકરા પગલા ભરવામાં આવશે આ બના ઉપરથી ફલિત થાય છે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષો જૂના કાર્યકર અને માજી ધારાસભ્ય રહી ચૂકેલા શંકર રાઠવા નું રાજીનામું પાર્ટી લઈ લેતા હાલ ખળભરાટ મચી ગયો છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *