Delhi

વર્લ્ડ કપ પહેલા ઓપનિંગ જાેડી બદલાશે?… બેટરના રેકોર્ડ્‌સ છે આવા?

નવીદિલ્હી
ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. પ્રથમ બે મેચની વાત કરીએ તો ઈશાન કિશન સિવાય અન્ય કોઈ બેટ્‌સમેન અડધી સદી ફટકારી શક્યો નહોતો. શ્રેણી હવે ૧-૧થી બરાબર છે. ફાઈનલ મેચ ૧ ઓગસ્ટ મંગળવારના રોજ રમાશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત છે. વનડે વર્લ્ડ કપની મેચો ૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર સુધી રમાશે. આ પહેલા ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. પ્રથમ બે મેચમાં ભારતીય બેટ્‌સમેનો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. શુભમન ગિલથી લઈને સૂર્યકુમાર યાદવ સારૂ પ્રદર્શન કરી શક્યા નથી. વિકેટ કીપર બેટ્‌સમેન ઈશાન કિશનને બંને મેચમાં ઓપનિંગ કરવાની તક મળી હતી અને તેણે બંને મેચમાં અડધી સદી પણ ફટકારી હતી. આવી સ્થિતિમાં તેને વર્લ્ડ કપમાં પણ ઓપનિંગ કરવાની તક મળશે કે કેમ, તે જાેવાનું રહેશે. જાેકે, કોચ રાહુલ દ્રવિડ શુભમન ગિલના ખરાબ પ્રદર્શનથી ચિંતિત નથી. બીજી વનડેમાં હાર બાદ તેમણે કહ્યું કે, ગિલ ત્રણેય ફોર્મેટમાં અમારા મહત્વના ખેલાડીઓમાંથી એક છે. વિકેટ કીપર બેટ્‌સમેન ઈશાન કિશને પ્રથમ વનડેમાં ૫૨ અને બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ૫૫ રન બનાવ્યા હતા. બીજી મેચમાં ટીમ ઈન્ડિયા ૧૮૧ રન જ બનાવી શકી હતી. યજમાન વિન્ડીઝે આ મેચ ૬ વિકેટે જીતી લીધી હતી. સિરીઝ ૧-૧ થી બરાબર થઈ ગઈ છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ ૧ ઓગસ્ટ, મંગળવારે રમાશે. ઈશાન કિશન ડાબોડી બેટ્‌સમેન છે અને ભૂતપૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી ડાબા હાથના બેટ્‌સમેનોને ટોપ ઓર્ડરમાં સામેલ કરવાની વાત કરતા રહ્યા છે. અત્યારે ટોપ ઓર્ડરમાં આવા ખેલાડીની કમી છે. ૨૫ વર્ષીય ઈશાનનો વનડેમાં સારો રેકોર્ડ છે. તેણે અત્યાર સુધી ૧૫ ઇનિંગ્સમાં એક સદી અને ૫ અડધી સદી ફટકારી છે. ઈશાન કિશને ૧૬ વનડેની ૧૫ ઇનિંગ્સમાં ૪૪ની એવરેજથી ૬૧૭ રન બનાવ્યા છે. ૨૧૦ રન શ્રેષ્ઠ પ્રદર્શન છે. જાે આપણે તેની લિસ્ટ-એ કારકિર્દી પર નજર કરીએ તો, ઈશાને ૮૯ ઇનિંગ્સમાં ૩ હજારથી વધુ રન બનાવ્યા છે. ૫ સદી અને ૧૭ અડધી સદી ફટકારી છે. હવે વાત કરીએ શુભમન ગિલની. ૨૩ વર્ષીય બેટ્‌સમેને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ મેચમાં ૭ અને બીજી મેચમાં ૩૪ રન બનાવ્યા હતા. એકંદરે, તેણે ૨૬ વનડેની ૨૬ ઇનિંગ્સમાં ૬૧ની સરેરાશથી ૧૩૫૨ રન બનાવ્યા છે. તેણે ૪ સદી અને ૫ અડધી સદી ફટકારી છે. ગિલે વનડેમાં બેવડી સદી પણ ફટકારી છે. કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ કપમાં ઓપનર તરીકે રમશે તે નિશ્ચિત છે. છેલ્લા ૩ વર્ષની વાત કરીએ તો તેણે ટીમ માટે ૨૦ મેચ રમી છે. તેની પાસે કેપ્ટનશિપની જવાબદારી રહેશે. ગયા વર્ષના એશિયા કપથી લઈને ્‌૨૦ વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધી રોહિતની કેપ્ટન્સીમાં ટીમનો પરાજય થયો હતો. ઘરઆંગણે રમાનાર વર્લ્ડ કપ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયા ૨૦૧૧ પછીથી વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. છેલ્લી વખત ૨૦૧૧માં એમએસ ધોનીની કપ્તાનીમાં ટીમ ઘરઆંગણે ચેમ્પિયન બની હતી. આ પછી, જાે આપણે ૨૦૧૫ અને ૨૦૧૯માં વનડે વર્લ્ડની વાત કરીએ તો, ટીમ સેમિફાઇનલથી આગળ વધી શકી નથી.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *