Gujarat

બિપરજાેય વાવાઝોડાથી થયેલા નુકસાનમાં કચ્છ અને બનાસકાંઠા જીલ્લા માટે ૨૪૦ કરોડનું પેકેજ

ગાંધીનગર
આખરે બિપોરજાેય સહાય ચુકવવા સરકારે ઠરાવ કર્યો છે. કચ્છ અને બનાસકાંઠા જીલ્લા માટે ૨૪૦ કરોડનુ પેકેજ જાહેર કરાયુ હતું. જેમાં કેવી રીતે અરજી કરવી, કોને સહાય મળશે અને કોને નહિ મળે તે માહિતી સામે ઈવી છે. સરકારે જાહેર કરેલ પરિપત્ર મુજબ, ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારી પાસે સહાય માટેની અરજી કરવાની રહેશે. સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને પેકેજનો લાભ નહી મળે. સરકારે બિપોરજાેય વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા ઠરાવ કર્યો છે. બિપરજાેય વાવાઝોડાથી અસરગ્રસ્તોને સહાય મળશે. સરકારે ૨૪૦ કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. ખાસ કરીને વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ અને બનાસકાંઠા જિલ્લા માટે સહાય પેકેજ જાહેર કર્યું હતું. ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારી પાસે આ સહાય માટે અરજી કરવાની રહેશે. સાથે જ સરકારે જણાવ્યું કે, સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને પેકેજનો લાભ નહી મળે. ૩૩ ટકાથી વધારે નુકસાનમાં ૮૫૦૦ની સહાય મળશે. તો મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય મળશે. સાથે જ જણાવ્યું કે, આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. ખેડૂત દ્વારા આધાર નંબર ન મેળવેલ હોય તો આધાર એક્ટમાં નિયત કરેલ જાેગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ થયે સહાય મળવાપાત્ર થશે.આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઈટ એક્ટ હેઠળ નોટિફાઈડ થયેલા જિલ્લાઓમાં વન અધિકાર પત્ર મેળવેલ હશે તેવા ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવાપાત્ર થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે બિપોરજાેય વાવાઝોડામાં થયેલ પાક નુકશાન અંગે ૨૪૦ કરોડનું પેકેજ જાહેર કરાયુ હતું. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં બિપરજાેય વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પૂર્નઃબેઠા કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા ૨૪૦ કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કરાયું હતું.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *