ઉના શહેરના ચાંચકવડ રોડ પર આવેલ એક ખેતરમાં કામ કરતા હોય ઘરમાં તાળું મારેલ હતું. ખેતરમાં કામ કરી ઘરે પરત જતા મકાનનું તાળું તુટેલી હાલતમાં જોતા અજાણ્યા તસ્કરો ઘરમાં અંદર પ્રવેશ કરી રોકડ રકમની ચોરી કરી ગયાનું સામે આવતા આ બાબતે યુવાને પોલીસમાં ફરીયાદ નોંધાવેલ હતી. તેમજ ગરાળની સીમ વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે..
ગત તા.૨૩/૦૬/૨૦૨૩ ના રોજ ઉના શહેરના ચાંચકવડ રોડ, જોડીયા હનુમાનની બાજુમાં રહેતા સંજયભાઇ ભગવાનભાઇ વાજાનું પરીવાર નોકરી તથા અભ્યાસ અર્થે બહાર હોય અને પોતે ઘરની બાજુમાં જ આવેલ પોતાના ખેતરમાં કામ કરતા હતા. ત્યારે ઘરમાં તાળું મારેલ હોય કામ કરી ઘરે પરત આવતા મકાનનું તાળું તુટેલી હાલતમાં હોવા મળતાં અને ઘરમાં અંદર સામાન વેર વિખેર કરી કોઇ અજાણ્યા તસ્કરો રોકડ રૂ.૩૦,૦૦૦ની ચોરી કરી હોવાનુ સામે આવતા આ બાબતે પોલીસમાં ફરીયાદ નોંધાવેલ હતી…
ગીર સોમનાથ જિલ્લા એલ.સી.બી.ના ઇ.ચા પો.ઇન્સ. વી.કે.ઝાલાના માર્ગદર્શન મુજબ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ. પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, પ્રવિણભાઇ મોરી, જયરાજસિંહ ગોહીલ તથા પો.કોન્સ. સંદિપસિંહ ઝણકાટ નાઓને મળેલ બાતમી આધારે ભાવનગર જીલ્લાના પાલીતાણા ગામે જામવાળી, શકિતનગર ખાતેથી અજીત ઉર્ફે ટીહલો પુનાભાઇ વાઘેલાને પકડી પાડી યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા આ ચોરી પોતે તથા તેના બે મિત્રો સાથે કરેલ હોવાનું કબુલાત આપેલ હતી.તેમજ અજય ઉર્ફે બોડીયો જેન્તીભાઇ ઝાપડીયા, રહે.તુરખા જી.બોટાદ તેમજ ભરત ઉર્ફે પશુડો મનુભાઇ વાઘેલા રહે. નવાણીયા, તા.વલ્લભીપુર જી,ભાવનગર સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસે અજીત ઉર્ફે ટીહલો પુનાભાઇ વાઘેલા પાસેથી રોકડ રૂ. ૧૦,૫૦૦ સાથે ઝડપી પડેલ છે..
ઉનાના ગરાળ ગામે રહેતા કનુ વીરા ભાલીયા, પ્રકાશ વશરામ ભાલીયા, કિશોર ડાયા ભાલીયા, પ્રવિણ કરશ ભાલીયા, ભાવેશ દુદાભાઇ ડાભી, દિનેશ મોહન ભાલીયા, તેમજ દેવા પુના ભાલીયા આ તમામ શખ્સો ગરાળની સીમ વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રોકડ રકમ રૂ.13,560સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે..


