જામનગર જિલ્લાના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ
સાધનો, વોટર કેરીંગ પાઈપલાઈન, પાક મૂલ્ય વૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઈડર માટે વિવિધ પ્રકારની સહાય
મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડુતો ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડુત પોર્ટલ પર જઈને
આગામી તા.07 ઓગસ્ટના રોજ સવારના 10:30 કલાકથી કરી શકશે.
ખેડૂતોએ ઓનલાઈન અરજી કર્યા બાદ આ અરજીની પ્રિન્ટ નકલ પોતાની પાસે સાચવવાની રહેશે. પૂર્વ મંજુરી મળ્યા
બાદ ઓનલાઈન અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજો જે- તે તાલુકા પંચાયત કચેરીની ખેતીવાડી શાખામાં
મોકલવાની રહેશે. જેની જિલ્લાના તમામ ખેડૂતમિત્રોને નોંધ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની
યાદીમાં જણાવવામાં આવ્યું છે.
