હાર્દિક કાનાબાર પ્રાચી
ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વચ્છતા અંગે પહેલ કરવામાં આવી છે એના અનુસંધાને આજે પ્રાચી તીર્થ ખાતે ગરબી ચોક ના ગ્રાઉન્ડમાં સમસ્ત ગામ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને કચરો બહાર નાખવામાં આવ્યો હતો અને આખું ગ્રાઉન્ડ સ્વચ્છ કરવામાં આવ્યું હતું અને લોકોને કચરો ન નાખવા અપીલ કરવામાં આવી આ સ્વચ્છતા અભિયાનમાં તાલુકા પંચાયતના સંયોજક છગનભાઈ વાણવી અને પ્રદીપભાઈ બારડ દ્વારા આ પહેલ કરવામાં આવી હતી જેમાં સમસ્ત ગામ દ્વારા વધાવીને આ સ્વચ્છતા અભિયાન માં જોડાઈ આખું ગરબીચોકગ્રાઉન્ડ માં સફાઈ કરાઈ હતી આ સ્વચ્છતા અભિયાનમાં યુવાનો તેમજ આગેવાનો, સહિતના લોકો સ્વયંભૂ જોડાયા હતા..


