Delhi

સાવધાન ઃ બ્રિટનમા મોતનુ તાંડવ ખેલનાર કોરોના ભારતમાં…..!

દેશમાં વધી રહેલા પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ વધારાને લઇને તમામ પ્રકારની ચીજ- વસ્તુઓના ભાવો વધી ગયા છે. જેમાં જીવન જરૂરી શાક બકાલા સહિતના બેફામ ભાવો વધી જતા મોંઘવારી આસમાને પહોંચી છે અને પ્રજાની કેડ ભાંગી ગઈ છે. પરંતુ એક બાબત નોંધવા જેવી છે કે જેમ જેમ મોંઘવારીમાં વધારો થતો જશે તેમ તેમ વિકાસ દર ઘટતો જશે. હવે નવી તકલીફ પેદા ન થાય તો ઘણું સારું…. કોલસાને કારણે વીજળી કટોકટી આવી પડશે તો તેના પરિણામો ઘણા જ માઠા હશે.જે ઔદ્યોગિક ક્ષેત્રોને મોટામાં મોટી અસર કરશે તે સાથે ઉત્પાદનો ઘટશે અને બેરોજગારીનો આક વધશે. ત્યારે હવે વીજ કટોકટી પેદા ન થાય તે તરફ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે આવી સ્થિતી ન સર્જાય તે માટે વડાપ્રધાને ખૂદે પ્રયાસો શરૂ કરી દીધા છે. અનેમ આવી પરિસ્થિતિમાં ભારતમાં ખાસ ગણાતા અને જેનું ઘણુંજ મહત્વ છે તે દિવાળીના તહેવારોની શરૂઆત થનાર છે જે કારણે સામાન્ય લોકો પોતાના ખિસ્સાને પરવડે તેવો જરૂરી માલસામાન કે ચીજવસ્તુઓ ખરીદવા બજારમાં જાય છે અને આવા હજારો લોકો માર્કેટમાં ખરીદી માટે આવે છે ત્યાં ભીડ પણ બેહદ હોય છે ત્યારે લોકો કોરોના જતો રહ્યો હોય તેમ મોઢે માસ્ક વગર ખરીદી માટે ફરતા રહે છે. જાે આવી ભીડમાં કોઈ કોરોના સંક્રમિત હોય તો…..?! આ વાત સમજવા મોટાભાગના લોકો તૈયાર નથી ત્યારે હવે સાવચેત થઈ જવાનો સમય આવી ગયો છે. ગુજરાતમાં બે મહિનાથી નિયંત્રણમાં આવેલી સ્થિતિમાં કોરોના વાયરસે આમ ચિતવેલ ચિંતામાં ઉછાળો આવ્યો છે.બ્રિટનમાં મોતની હોળી ખેલનાર કોરોનાના નવા વેરિએન્ટની ભારતમાં એન્ટ્રી થઇ ગઇ છે અને છ રાજ્યોમાં ૧૭ કેસ નોંધાયા છે જેમાં આંધ્રપ્રદેશમાં ૭ કેરળમાં ૪ તેલંગાણા કર્ણાટકમાં બે બે આને મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં એક એક કેસ નોંધાયો છે. જેથી નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે……!

કોરોના જનક કહેવાતા ચીનમાં કોરોનાએ ચીનના ૩ પ્રાંતને ચપેટમાં લઈ લેતા આ ત્રણેય પ્રાંતમાં લોકડાઉન લાદવામાં આવેલ છે.જ્યારે કે બ્રિટનમાં કોરોના ના નવા વેરિયન્ટે તો માનવ મોત સહિત તબાહી મચાવી દીધી છે અને હવે ભારતમા પ્રવેશીને ૧૭ લોકોને ચપેટમાં લઈ લીધા છે. ભારતમા કોરોના નિયંત્રણમાં આવી જતા શાળા-કોલેજાે પણ શરૂ કરવામાં આવી છે ત્યારે કર્ણાટકની એક શાળામાં ૩૨ વિદ્યાર્થી કોરોના સંક્રમિત નીકળતા અફડાતફડી મચી જવા પામી છે. કેરળ અને મહારાષ્ટ્રમાં આજે પણ કોરોના સંક્રમિતો વધવા લાગ્યા છે જ્યારે કે ગુજરાતમાં કાચબા ગતિએ કોરોનાએ લોકોને ચપેટમાં લેવાનું શરૂ કર્યું છે અને કોરોનાના ૩૦ કેસ સામે આવ્યા છે. ૧૪ ઓક્ટોબર પછી સામે આવેલા નવા કોરોના કેસોમાં કોઈનું મોત થયું નથી. આ કેસો પૈકી સૂરતમાં ૮ , અમદાવાદમાં ૮ ,વલસાડમાં ૫ , વડોદરામાં ૫ ,ગીર- સોમનાથ તથા નવસારીમાં બે- બે, જુનાગઢ- કચ્છમાં એક- એક કેસ નોંધાયા છે. ત્યારે લોકોએ સાવચેત થઈ જવું અતિ જરૂરી છે .નિષ્ણાતોએ પણ ચેતવણી આપી છે એટલે બજારોમાં ભીડ સમયે માસ્ક વગર જતા સો વાર વિચારવું…… કારણ આપના પર પરિવારનો મોટો આધાર છે…. કદાચ આપ કોરોના સંક્રમિત બનો તો પરિવાર માટે પણ જાેખમ…. માટે માસ્ક અને હાથ ધોવાનું ભૂલશો નહીં…..!! ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *