મકસુદ કારીગર,કઠલાલ
મહાદેવ પુરા,કેદારેશ્વર મંદિર ખાતે ભજન અને મીટીંગ કાર્યક્રમ સિ.સિ.ક્લબ પરિવાર કઠલાલ દ્વારા યોજવામાં આવેલ..બહેનો દ્વારા ખૂબ સરસ ભજન કાર્યક્રમ થયો..અંતમાં મીટીંગ રાખવામાં આવી,તેમાં બિપીનભાઈ પટેલ દ્વારા ક્લબ ને રૂ.૨૫,૦૦૦ નો ચેક ક્લબ ને અર્પણ કરવામાં આવ્યો. ભરતભાઈ ભરવાડ દ્વારા બિપીનભાઈ પટેલનું વિશેષ સન્માન તેમજ ક્લબના પ્રમુખ અને મંત્રીનું શાલ ઓઢાડી સન્માન કરી ક્લબ ને રૂ.૧,૦૦૦ નું દાન આપ્યું.શ્રી પ્રદીપભાઈ જોશી દ્વારા વાહનની વ્યવસ્થા કરી આપી ક્લબ ને રૂ.૧,૦૦૦ નું દાન આપ્યું.કાર્યક્રમ ને સફળ બનાવવામાં હોદ્દેદારો અને કા.સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.


