ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નશાયુકત પદાર્થો/પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાં કફ સિરપ, અન્ય આયુર્વેદીક દવાઓના નામે આલ્કોહોલિક દવાઓનું ડોકટરશ્રીના પ્રિસ્ક્રીપ્શન વગર પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ બગસરા ટાઉનમાં પેટ્રોર્લીંગ હોય તે દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે, બગસરા ટાઉનમાં ભુતનાથ મંદીર પાસે આવેલ પાનના ગલ્લામાં એક ઈસમ નશાકારક કેફીપીણાનો જથ્થો રાખી વેચાણ કરે છે, જે હકિકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા રેઇડ દરમિયાન એક ઇસમને નશાકારક કેફી પીણાની બોટલો સાથે પકડી પાડી, મળી આવેલ નશાયુકા બોટલોમાંથી એફ.એસ.એલ. તથા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનાઓની તપાસણી અર્થે સેમ્પલ તરીકે લઈ, તમામ બોટલો કબ્જે કરી, પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ ઇસમની વિગતઃ-
રવિ કિશોરભાઇ ગોહિલ, ઉ.વ.૨૬, રહે.બગસરા, અમરપરા, તા.બગસરા, જિ.અમરેલી,
પકડાયેલ મુદ્દામાલઃ-
(૧) ARYURVEDIC PROPR1ETARY MEDICINE GERGEM ASIHV-ARISHATHA 400 MI. Manufactured By, AMB PHARMA Go420 contains self generated alcohol not more than 11.0% vv લખેલ કુલ બોટલો નંગ-૧૩૨ જેની કિ.રૂ.૧૯,૮૦૦/- (૨) KAL MEGHASAVA ASAVA-ARISHTA 400 ML Minufactured By AMB PHARMA બનાવટની contains self generated alcohol not more than 11,0% viv લખેલ કુલ બોટલ નંગ- ૨૦૦ જેની.કિ.રૂ.૩૦,૦૦૦/-મળી કુલ બોટલ નંગ ૩૩૨ કુલ કિં.રૂ.૪૯,૮૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી. અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, જીગ્નેશભાઇ અમરેલીયા, તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


