Gujarat

પંચમહાલના કાલોલ તાલુકાના એરાલ ગામમાંથી બે બોગસ તબીબ ઝડપાયા

સુરત
પંચમહાલના કાલોલ તાલુકાના એરાલ ગામમાંથી બોગસ તબીબ ઝડપાયા છે. એરાલ ગામમાં ર્જીંય્ના દરોડામાં ડિગ્રી વગર દવાખાનાની હાટડી ચલાવનાર બે બોગસ તબીબ ઝડપાયા છે. બન્ને શખ્સો મૂળ બંગાળના વતની હોવાનું સામે આવ્યું છે. કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી વગર બન્ને ઝોલાછાપ ડૉક્ટરો ગ્રામીણ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. બ્લોક હેલ્થ ઓફિસરને સાથે રાખીને ર્જીંય્એ પાડેલા દરોડામાં બન્ને ડૉક્ટરનો પર્દાફાશ થયો હતો. રૂપિયા ૬૭ હજારથી વધુની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ અગાઉ સાબરકાંઠાના પોશીનાના કોટડા ગઠીમાંમા બોગસ ડોક્ટરે ઈન્જેક્શન આપતા બાળકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ હતુ. ડિગ્રી વગરના ડોક્ટરે બાળકને ઈન્જેક્શન આપતા ૨ વર્ષના બાળકનું મોત થયુ હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યું છે.

Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *