Gujarat

વાપીમાં કારમાંથી બે શખ્શો ૧૦ લાખ રુપિયા ભરેલી બેગ લઈ ફરાર

વાપી
વાપીના ગીતાનગર વિસ્તારમાંથી ૧૦ લાખ રુપિયા ભરેલી બેગ તફડાવીને બે યુવકો ફરાર થઈ ગયા હતા. ટુ-વ્હીલર પર આવેલા બે શખ્શોએ કારમાંથી આ બેગને તફડાવી લીધી હતી. દમણની એક કંપનીના લેબર કોન્ટ્રાક્ટરની ગાડીમાંથી વાપીમાં પૈસા ભરેલી બેગ યુવકો ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. વાપી શહેરમાં આવેલા ગીતાનગર વિસ્તારમાં આ ઘટના બની હતી. આંગડીયા પેઢીમાંથી ૧૦ લાખ રુપિયાની રકમ ઉપાડીને દમણ જવા નિકળ્યો હતો. ત્યારે જ સિફતાઈથી ટુવ્હીલર પર આવેલા બે શખ્શો રકમ ઉપાડીને ફરાર થઈ ગયા હતા. લેબર કોન્ટ્રાક્ટર કંપનીએ જવા માટે નિકળ્યો હતો એ દરમિયાન તેની કારમાંથી બે અજાણ્યા શખ્શો રકમ લઈને ફરાર થઈ ગયા હતા. જાેકે આ ઘટનાના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ સામે આવ્યા છે. ઝ્રઝ્ર્‌ફ માં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. સ્થાનિક પોલીસે હવે આરોપીઓને ઝડપવા માટે કેવી કાર્યવાહી કરે છે અને તેમને ઝડપી લેવા માટે શુ પગલા ભરે છે તેની રાહ જાેવાઈ રહી છે.

Page-38.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *