Gujarat

ફોટો કેપ્શન

જામનગર વન વિભાગ દ્વારા મોન્સુન ટ્રેકિંગ મહોત્સવ અંતર્ગત યુથ હોસ્ટેલ જામનગર યુનિટનો
ખળખંભાળિયા વીડી વિસ્તારમાં આવેલા દૂધેશ્વર મહાદેવ મંદિરનો ટ્રેકિંગ કેમ્પ યોજાયો હતો.જેમાં યુથ
હોસ્ટેલના 60 જેટલાં સભ્યોએ સહભાગી થઈ વર્ષાઋતુમાં સોળે કળાએ ખીલેલી પ્રકૃતિના દર્શન કરવાની
સાથે વન અને પર્યાવરણ તથા વન વિભાગને લગતી અનેક રસપ્રદ વિગતો મેળવી હતી.ડીસીએફ શ્રી
આર.ધનપાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં લાલપુર RFO શ્રી મુકેશભાઈ બડિયાવદરા,
ફોરેસ્ટર વૈશાલીબેન, બળવંતસિંહ જાડેજા, યુથ હોસ્ટેલના એમ.યુ.ઝવેરી તથા બાલકૃષ્ણ બગડાઈએ
સમગ્ર ટ્રેકિંગ રુટ દરમિયાન સાથે રહી સભ્યોને વન સંપદાની ઝીણવટભરી વિગતો આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *