કેવડિયા
દેશના જુદા-જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે અને ભારતની ચૌદિશામાંથી પોલીસની ચાર મોટરસાઇકલ રેલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાનિધ્યમાં પહોંચી હતી તેઓ પણ આ એકતા પરેડમાં સહભાગી થયા હતા. રાષ્ટ્રીય એકતા પરેડ પછી વુસુ માર્શલ આર્ટનું નિદર્શન યોજાયું હતું અને આઈટીબીપીના કોમ્બેટ વ્હીકલના ખોલના અને જાેડનાનું નિદર્શન પણ યોજાયું હતું. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રાજ્યની સ્કૂલોમાં કાર્યરત બેન્ડની ૩૬ ટીમો વચ્ચે ઇન્ટરસ્કૂલ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્કૂલ બેન્ડ પણ કેવડિયામાં યોજાનાર એકતા પરેડમાં ભાગ લીધો હતો. ઓરિસ્સાના ગંજામના કલાકારો રાષ્ટ્રીય એકતાની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે. આઝાદીથી અત્યાર સુધીની યાત્રા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૬મી જન્મજયંતી નિમિતે કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઇ હતી. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેઓ એકતા પરેડમાં હાજરી આપી હતી અને તેઓએ એકતા પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજ્યોની પોલીસની મોટર સાઇકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું. પીએમ મોદી જી-૨૦ સંમેલનમાં હોવાથી તેઓએ પોતાનો વીડિયો સંદેશ રાષ્ટ્રીય એકતા દિવસે આપ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા દિવસની ઉજવણી માટે બે દિવસ કેવડિયા આવવાના હતા પરંતુ તેમનો વિદેશ પ્રવાસ નિશ્ચિત થયો હોવાથી આ કાર્યક્રમમાં કોણ આવશે તે મોટો પ્રશ્ન હતો પરંતુ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેવડિયા પહોંચ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે સવારે કેવડિયા પહોંચ્યા હતા અને એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લઇને કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિતોને પણ એકતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. હું સત્યનિષ્ઠાથી પ્રતિજ્ઞા લઉ છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને કાયમ રાખવા સ્વયંને સમર્પિત કરી દઈશ અને દરેક દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ સંપૂર્ણ પ્રયત્ન કરીશ. હું આ પ્રતિજ્ઞા દેશની એકતાની ભાવનાથી લઉ છું, જેને સરદાર વલ્લભભાઇ પટેલની દુરંદેશીતા તથા કાર્યો દ્વારા શક્ય બનાવી શકાયા છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારુ યોગદાન આપવાનો સત્યનિષ્ઠાથી સંકલ્પ લઉં છું કેન્દ્રીય ગૃહમંત્રી આણંદમાં અમિત શાહ અમૂલના ૭૫ યર્સ ઓફ મિલ્ક એન્ડ પ્રોગ્રેસ નામના એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. કેવડિયામાં એક્તા પરેડમાં ભાગ લીધા બાદ અમિત શાહ ગૃહમંત્રી હેલિકોપ્ટર દ્વારા આણંદ જવા રવાના થયા હતા. આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજ્યોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં ૬ પ્લાટૂન જાેડાયા છે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે ૫૪ ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લીધો હતો. વર્ષ ૨૦૧૮ પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે એવા ૨૩ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લીધો હતો. બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટૂનમાં ૭૬ સભ્યો ભાગ લીધો હતો.


