Gujarat

ઊંઝા નગરપાલિકાની વોર્ડ-૨ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપ ઉમેદવારનો વિજય થયો

ઊંઝા-મહેસાણા
મહેસાણા જિલ્લાની ઊંઝા નગરપાલિકાના વોર્ડ નંબર-૨ની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. ઊંઝા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સંદીપ પટેલનો વિજય થયો છે. પેટા ચૂંટણીમાં કુલ ૩,૨૩૮ મતદારોએ મતદાન કર્યું હતું. ભાજપમાં અને અપક્ષના ઉમેદવારોએ આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતુ. ઊંઝા નગરપાલિકા વોર્ડ નંબર-૨ ની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી હતી. આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચે નહીં પણ ભાજપ અપક્ષ વચ્ચે લડાઈ હતી. જુલાઇ મહિનામાં ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પછી ૨૪ જુલાઇએ ભરાયેલા ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. ૨૫ જુલાઇ સુધી ફોર્મ પરત ખેંચવાની તારીખ હતી. તો ૬ ઓગસ્ટના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ૮ ઓગસ્ટ ૨૦૨૩ એટલે કે આજે તેના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *