જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં મારી માટી મારો દેશ અભિયાનની ઉજવણીનો પ્રારંભ તા.૯
ઓગસ્ટથી કરવામાં આવ્યો છે. ત્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની ૧૨ ગ્રામપંચાયતોમાં શિલાફલકમ, પંચપ્રણ
પ્રતિજ્ઞા, વસુધા વંદન, વિરોને વંદન, રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જોડિયા તાલુકાના વાવડી,મોરાણા, ટીંબડી, બારાડી, પીઠડ સહિતના ૧૨ ગામડાઓમાં આવેલ અમૃત સરોવર, જળાશયો,
શાળાઓ, પંચાયત ઓફિસો ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમોની ઉજવણી દરમિયાન તાલુકા વિકાસ
અધિકારીશ્રી માધુરીબેન, અધિકારીશ્રીઓ, શાળાના આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
હતા.
૦૦૦૦૦૦


