Gujarat

જૂનાગઢના દોલતપરા પ્રાથમિક શાળામાં મારી માટી મારો દેશ અભિયાન સહભાગી થતાં નાગરિકો

જૂનાગઢ શહેરના વોર્ડ નં. ૧  માં સ્થિત દોલતપરા પ્રાથમિક શાળામાં ધ્વજવંદન, પંચપ્રાણ પ્રતિજ્ઞા, વસુધા પૂજન સહિતના કાર્યક્રમમાં   નાગરિકો વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.

મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત દોલતપરા  પ્રાથમિક શાળામાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં વોર્ડ નં.૧ના કોર્પોરેટરશ્રીઓ, અગ્રણીઓ,  ઇન્દ્રેશ્વર મંદિરના મહંતશ્રી,  શાળાના આચાર્ય, સ્ટાફની ઉપસ્થિતિમાં વસુધા વંદન, પંચ પ્રાણ પ્રતિજ્ઞા,  ધ્વજ વંદન, રાષ્ટ્ર  ગાન માં નાગરિકો જોડાયા હતા

કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડ નં. ૧ ના નોડલ ઓફિસર શ્રી, દોલતપરા ઝોનલ ઓફિસર શ્રી, સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી એ જહેમત ઉઠાવી હતી.

dolatpara-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *