Gujarat

સુરતમાં બે હત્યા, મિત્રો સાથે ચા પીવા ગયેવા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

સુરત
સુરતમાં હત્યાનો સિલસીલો યથાવત છે. આજે એક જ દિવસમાં બીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે. આજે મિત્રો સાથે ચા પીવા ગયેવા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજી હત્યાનો કિસ્સો અડાજણ વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં સિક્યુરિટી ગાર્ડની હત્યા કરવામાં આવી છે. બે સાથી સિક્યોરિટી ગાર્ડ દ્વારા હત્યા કરવામાં આવી છે. માથામાં બેટ અને લાકડીના ફટકા મારી હત્યા કરી હત્યારા ફરાર થઈ ગયા હતા. વેસ્ટર્ન હાઇટ્‌સમાં ત્રણેય સિક્યોરિટી અને કાર સફાઈનું કામ કરતા હતા. મૃતક યુવક બદ્રીસિંહ વધુ કાર સાફ કરતો હોવાની અદાવત રાખી હત્યા કરવામાં આવી હતી. રામપાલ અને રમાકાન્ત નામના ઈસમ હત્યા કરી નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ એક જ દિવસમાં બે હત્યાના બનાવથી લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *