રાજકોટ
કોરોનાની વૈશ્વિક મહામરીના કારણે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ગરબાના મોટા આયોજનો થઇ શક્યા નથી. ત્યારે ગુરાતના જાણીતા લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવી કોરોના બાદ પ્રથમ નવરાત્રિ આ વર્ષે અમેરિકામાં મનાવી હતી. નવરાત્રિ સમયથી કીર્તિદાન ગઢવી અમેરિકાના પ્રવાસે છે. ત્યારે અમેરિકામાં વસતા ગુજરાતીઓ કીર્તિદાન ગઢવીના લોકડાયરાને દિલથી માણી તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે કલાકારો પર ઘોર કરવી એ ગુજરાતની પ્રણાલી છે એ જ પ્રણાલી ગુજરાતીઓએ અમેરિકામાં પણ જાળવી રાખી છે.ગુજરાત લોકગાયકોની ભૂમિ રહી છે. ગુજરાતના અનેક મહાન લોકગાયકો અને કલાકારો આ ધરતી પર પેદા થયા છે. ત્યારે લોક લાડીલા કીર્તિદાનના ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ હવે સામાન્ય વાત બની ગઈ છે. કોરોના મહામારી બાદ વિદેશની ધરતી પર કીર્તિદાન ગઢવીએ ધૂમ મચાવી દીધી છે. કીર્તિદાન ગઢવી અમેરિકામાં છે અને ગુજરાતીઓને ગરબાની મોજ કરાવી રહ્યા છે, ત્યારે શુક્રવારે કીર્તિદાન ગઢવીના ગરબામાં અમેરિકામાં ટોપલામોઢે ડોલર ઉડ્યા હતા અને સ્ટેજ પર ડોલરની ચાદર પથરાઇ ગઈ હતી. કીર્તિદાન ગઢવીએ આ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી હતી.રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના જાણીતા લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવી હાલ અમેરિકાના પ્રવાસે છે. ગઇકાલે અમેરિકાના કોલિફોર્નિયામાં વસતા ગુજરાતીઓ દ્વારા કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિર્તીદાન ગઢવીએ ‘દૂધે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે…’ગીત ગાતા જ ગુજરાતીઓએ ડોલરનો વરસાદ કર્યો હતો. આગલા દિવસે પણ લોકડાયરામાં કીર્તિદાન ગઢવી પર ગુજરાતીઓએ ટોપલામોઢે ડોલરનો વરસાદ કર્યો હતો. ત્યારે ગઇકાલે સતત બીજા દિવસે ગરબાની રમઝટ બોલાવતા ગુજરાતીઓએ લોકગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો અને મન મૂકી ગરબે ઘૂમ્યા હતા. અમેરિકામાં નવરાત્રિ બાદ પણ કીર્તિદાન ગઢવી ગુજરાતીઓને પોતાના સુરીલા અવાજમાં મસ્ત મજા કરાવી ગરબે ઘૂમાવી રહ્યા છે. જેમાં સતત બીજા દિવસે કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ થતો નજરે પડ્યો હતો. શુક્રવારે લોકડાયરા બાદ ફરી શનિવારની રાત્રિએ કેલિફોર્નિયામાં ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓએ કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કીર્તિદાન ગઢવી આ વર્ષે દિવાળીનો પર્વ પણ અમેરિકામાં જ મનાવવાના છે અને દેવ દિવાળી બાદ એટલે કે તારીખ ૨૦ નવેમ્બર બાદ તેઓ પરત પોતાના વતન ગુજરાત રાજકોટમાં આવશે.


