Gujarat

ગીતાંજલી કેમ્પસ કે.ડી.પરમાર વિદ્યાલય ખાતે ભવ્ય રંગોળી કાર્યક્રમ યોજાયો….

વિદ્યાર્થીઓએ વિવિધ જાતની અલગ-અલગ રંગોળી બનાવી ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો…
ભારતીય સંસ્કૃતિનો અનેરો તહેવાર એટલે દિવાળી બોટાદ જીલ્લાના રાણપુરમાં કિનારા ગામે આવેલ ગીતાંજલી કેમ્પસ કે.ડી.પરમાર વિદ્યાલય ખાતે રંગોળી સ્પર્દ્યા યોજાઈ જેમાં ટ્રસ્ટી વલ્લભભાઈ ધરજીયા તથા સમગ્ર ગીતાંજલી સ્ટાફ પરિવાર તેમજ ગીતાંજલિ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ આ કાર્યક્રમની અંદર  ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર વિદ્યાર્થીઓ અને   વિદ્યાર્થિનીઓએ આ કાર્યક્રમને અંદર સમગ્ર સ્કૂલ ની લોબી ની અંદર એવી અદભૂત રંગોળી બનાવી હતી.આ કાર્યક્રમની અંદર એ.કે.માવળંકર હાજર રહ્યા હતા અદભુત રંગોળી અને બે ઘડી અનોખી દ્રષ્ટિથી એ લોકોએ નિહાળી હતી એટલું જ નહીં સમગ્ર ગ્રાઉન્ડની અંદર રંગોળીઓ બનાવેલી હતી અને દીવડા પ્રગટાવી અને ફૂલો દ્વારા સરસ મજાનું સંશોધન કરેલું અને એ સુશોભન થકી સમગ્ર ગીતાંજલી પરિવારે દિવાળી નો અનેરો ઉત્સવ ઉજવ્યો અને વિદ્યાર્થીઓની એવું કહ્યું કે આવનારા સમયમાં દરેકે દરેક ઉત્સવો ઉજવાય અને આપણી અંદર છે કલા પડેલી છે એ વધારેમાં વધારે બહાર આવે એવો પ્રયત્ન થાય એવું સતત અમે ઇચ્છીએ છીએ અને લગભગ આ કાર્યક્રમની અંદર 25 રંગોળીઓ વિદ્યાર્થીઓએ સાથે મળી અને એ બનાવેલી હતી ગીતાંજલી કેમ્પસ ના ટ્રસ્ટી વલ્લભભાઈ ના અથાગ પરીશ્રમ થકી આવા સમયની અંદર પણ વિદ્યાર્થીઓની  જે કળા છે એ કલા સતત અને સતત વિદ્યાર્થી જીવનમાં ખીલતી રહે એવું એ હંમેશને માટે વિચારતા રહ્યા છે અને સમગ્ર સ્ટાફને સાથે રાખી અને આ કાર્યક્રમની શોભા વધારી છે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *