Gujarat

ભરૂચમાં લવ જેહાદ ઃ સિરાજ સામે બીજી પોલીસ ફરિયાદ નોંધાઈ

ભરૂચ
ભરૂચમાં લવ જેહાદની હીન માનસિકતાનો વધુ એક મામલો સામે આવ્યો છે. ૩ બાળકોના પિતા સિરાજ પટેલે હિન્દૂ યુવાન તરીકે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરી યુવતીને બ્લેક મેઈલ કરી આર્થિક અને શારીરિક રીતે પાયમાલ કરવાનું કાવતરું ઘડાયું હોવાની સિરાજ સામે બીજી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સિરાજ પટેલે વધુ એક યુવતીને શિકાર બનાવાઈ હોવાનો કિસ્સો સામે આવતા મામલો પોલીસ ચોપડે ચઢ્યો છે. ભરૂચ શહેરના એક પોલીસ સ્ટેશનમાં આ મામલે બીજાે ગુનો દાખલ કરાયો છે. આ ફરિયાદમાં શારીરિક શોષણ સાથે બ્લેકમેલિંગ કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ભરૂચ રૂરલ બાદ શહેર પોલીસે આ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સિરાજના ગુનાહિત માનસ ઉપર નજર કરવામાં આવે તો આ શખ્શ મુસ્લિમ અને ૩ બાળકોનો પિતા હોવા છતાં અસલ ઓળખ છુપાવી અપરણિત હિન્દુ યુવક તરીકે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી હિન્દુ વિદ્યાર્થીનીઓને ફસાવતો હતો. અલગ અલગ નામથી ઓળખ ઉભી કરી મિત્રતા કેળવી વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવે છે. ટૂંકા સમયમાં આ શખ્શનો શિકાર બનેલી વધુ એક યુવતી પોલીસ પાસે પહોંચી છે. ૪ ઓગસ્ટે ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ તે પીડિતા સાથે મેહુલ પટેલ તરીકે ઓળખ આપી મિત્રતા બાંધી પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો. આ બાદ ૯ ઓગસ્ટ ભરૂચ શહેરના એક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીડિતાને ગૌતમ વસાવા તરીકે ઓળખ આપી પ્રેમમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો. સિરાજ પટેલે વિદ્યાર્થીની સાથે ગૌતમ વસાવા તરીકે ઓળખ આપી ભરૂચની સ્ટેશનરોડની હોટલમાં નાસ્તો કરવાના બહાને લઈ જઈ બળજબરીથી બળાત્કાર ગુજારી અશ્લીલ તસ્વીર ખેંચી હતી. આ બાદ સમયાંતરે આ તસ્વીર વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતો હતો. પીડીતાએ પોલીસને જણાવ્યું હતું કે એકદિવસ આરોપીએ પીડિતાને કામના બહાને મળવા બોલાવી હતી. ગૌતમ વસાવા તરીકે પ્રેમ સંબંધ બાંધનાર વ્યક્તિ મુસ્લિમ પહેરવેશમાં મળવા આવ્યો હતો. આ શખ્શે પોતે હિન્દુ નહિ મુસ્લિમ હોવાનો ઘટસ્ફોટ કરી પોતાનું નામ ગૌતમ નહીં પણ સિરાજ પટેલ હોવાનું જણાવ્યું હતું. આ શખ્શે મુસ્લિમ ધર્મમાં ચાર લગ્નની પરવાનગી હોવા સાથે બીજી પત્ની તરીકે સાથે આવવા યુવતીને દબાણ કર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *