તા.11/8/2023 ના આશરે પાંચેક વાગ્યે એક વૃદ્ધ દંપતી મહિલા પોલીસ સ્ટેશનમાં ચાલતા મહિલા સહાયતા કેન્દ્રમાં આવ્યા અને ખૂબ રડતા રડતા હતા.તેઓને મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર પારુલબેન મહિડા એ સાંત્વન આપી પાણી પીવડાવી અને તેમને શાંત થઈ પોતાની વિગત જણાવવા કહેતા તે વૃદ્ધાએ જણાવ્યું કે બેન અમને અમારા દીકરાની વહુ બઉ હેરાન કરે છે. અમે બંને એકલા રહીએ છીએ અને અમારું જાતે ગુજરાન ચલાવીએ છીએ આમ કહી ફરી પાછા રડવા લાગ્યા.
વિગત હતી કે બંને દંપતીને છેલ્લા 20 વર્ષથી તેના દીકરો અને વહુ અલગ રહેતા હોવા છતાં અવાર નવાર તે આ બંને જણા ને હેરાનગતિ કરવા આવે છે હવે તો આ દંપતી સાવ ચાલી પણ નથી શકતા છતાં પણ ઝગડા કરી આ બંને ને વૃદ્ધોને દુઃખી કરે છે દીકરો ખૂબ દારૂ પીવે છે આજ દિન સુધી ક્યાંરેય બંને જણાની કોઈ જવાબદારી લીધી નથી કે ક્યાંરેય એક ટાઈમ જમવાનું પણ નથી આપ્યું છતાં હવે દીકરાની વહુ બળજબરી કરી ઘરમાં ઘુસી જઇ ખરાબ ગાળો બોલી અને ઝગડો કરી કહેલ કે “હવે હું અહી જ રહેવાની છું” આથી બંને જણા ગભરાઈ ગયા અને તેઓને કોઈ પાડોશી દ્વારા મહિલા સહાયતા કેન્દ્રમાં જવાની માહિતી મળતા મદદ માંગવા માટે આવ્યા અને તેમની વિગત લઈ અને 181ની તાત્કાલિક મદદ આપી હતી. અને તેના દીકરાની વહુ ને સેન્ટર પર લાવવામાં આવેલ અને અહીં પણ તે બેન ખૂબ બોલતા હતા ને જેથી તેમને થોડો ઠપકો આપી સમજાવ્યા કે આ વૃદ્ધોની જવાબદારી હવે તમારી છે એને તમે હેરાનગતિ કરો એ યોગ્ય નથી અને છેલ્લા 20 વર્ષથી તમે અલગ રહો છો ક્યારેક તમે આ લોકોની દરકાર કરી નથી તો હવે શામાટે તેઓને દુઃખી કરી આમ ઝગડવા માટે જાઓ છો આમ તે બેનને સમજાવ્યા હતા અને તે બેને કહ્યું કે, હવે તે ક્યાંરેય આ તેમના સાસુ-સસરાને કોઈ રીતે હેરાન નહીં કરે એવી બાંહેધરી આપી અને આમ કાઉન્સેલર પારુલબેન મહિડા અને રોશનીબેન મચ્છર દ્વારા વૃદ્ધ દંપતીને યોગ્ય મદદ પુરી પાડી સહકાર અને આશ્વાસન આપવામાં આવ્યું.બંને વૃદ્ધ દંપતી ખૂબ ખુશ થયા અને કહેલ કે *અમે છેલ્લા ઘણા વર્ષથી હેરાન થતા હતા આ અમારી વહુ કોઈનું માનતી નહોતી પણ આજ આપની અમને વૃદ્ધોને ઘણી સારી મદદ મળી છે જેથી આપનો આભાર* તેઓએ શુભેચ્છાઓ આપી હતી.
આમ મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર પારુલબેન મહિડાનાઓ દ્વારા સારી કામગીરી કરવામાં આવી રહી છે આ સેન્ટરમાં ઘણા બધા કેસોમાં યોગ્ય માર્ગદર્શન સાથે મદદ આપવામાં આવે છે.આજરોજ આ વૃદ્ધ દંપતીની મદદ કરી અને ખૂબ ઉમદા કામગીરી કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


