બાટવા શહેરમાં મહિલા પી.એસ.આઇ. પી.એસ ઝાલા દ્વારા શહેરમાં દિવાળીના તહેવારોને ધ્યાને લઇ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસ સ્ટાફને સાથે રાખી શહેરના મુખ્ય માર્ગો પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું પેટ્રોલિંગ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર નિયમોનું ઉલ્લંઘન કરી રસ્તા વચ્ચે બાઈક પાર્ક કરેલ બાઇક ચાલકોને આઠ એન.સી. કેસો કરી ૨૪૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો વર્ષોથી ટ્રાફિક સમસ્યાથી પીડાતા ગ્રામજનો, વેપારીઓ અને રાહદારીઓ દ્વારા મહિલા પી.એસ.આઇ.પી.એસ. ઝાલાની સરાહનીય કામગીરીને બિરદાવવા માં આવી હતી
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


