Gujarat

લાયન્સ ક્લબ શાહીબાગ નો ૫૦મો શપથવિધિ સમારોહ યોજાયો

લાયન્સ ક્લબ શાહીબાગ નો ૫૦મો શપથવિધિ સમારોહ અમદાવાદ ખાતે જાજરમાન નામના  બેન્કવેટ હોલ માં, ક્લબ તથા ડિસ્ટ્રિક્ટના સભ્યોશ્રી ની હાજરી માં હર્ષોઉલ્લાસ રીતે સંપન્ન થયો. લાયન્સ ક્લબ શાહીબાગ આ વર્ષે ૫૦મું વર્ષ એટલે કે ગોલ્ડન જ્યુબિલિ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે નવી ટીમ ૨૦૨૩-૨૦૨૪ માં પ્રમુખ પદે સોનલબેન શાહ (ફર્સ્ટ લેડી લાયન) , સેક્રેટરી રૂપેશ શાહ , ખજાનચી કેતન પટેલ ની વરણી કરવામાં આવી છે. શાહીબાગ ક્લબના ૫૦ વર્ષમાં પ્રથમ વખત લેડી પ્રેસિડેન્ટ સોનલબેન ક્લબને મળ્યા છે.
જોગાનુજોગ આ વર્ષે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના પ્રમુખપદે પણ ડો પેટ્ટી હોલ નામની મહિલા બિરાજમાન છે.

IMG-20230813-WA0192.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *