તા.૦૮/૧૧/૨૦૨૧ થી તા.૧૧/૧૨/૨૦૨૧ સુધીના દિવસો દરમિયાન પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ/ કર્મચારીઓ દ્વારા વર્ષ ૨૦૨૧ની વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર હોય, તેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડી આ દિવસો દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
