Gujarat

શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા માં આપશ્રીની આજ્ઞાથી અધિકમાસમા અધિક મનોરથો શ્રી વલ્લભની કૃપાથી વૈષ્ણવો દ્વારા અનેક વિવિધ મનોરથો થઈ રહ્યા છે

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આવેલ મહાપ્રભુજી બેઠકજી ખાતે ભવ્ય મનોરથ યોજાયેલ. આ સંદર્ભે ગતરોજ અતિ ભવ્ય વિવાહખેલ મનોરથ શ્રી માધવાણી પરિવાર લીખાળાવાળા દ્વારા કરવામાં આવેલ હતો તથા શ્રી વિઠલેશ પાઠશાળા દ્વારા આ તકે અતિ સુંદર એક વૈષ્ણવ સંપ્રદાય ને અનુરૂપ કાર્યક્રમોના આયોજન થયેલ છે જેમાં પાઠશાળામાં બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો આપી વૈષ્ણવોના હદયમા જાણે સાક્ષાત પ્રભુ બીરાજી રહ્યા હોય તેવા ભાવવિભોર કાર્યક્રમો રજુ કરવામાં આવેલ. આ સમગ્ર મનોરથો આપશ્રીના આશીઁવાદ તેમજ શ્રી પ્રભુ ની કૃપાથી વૈષ્ણવો દ્વારા યોજવામાં આવી રહ્યા છે જેમાં શ્રી મહાપ્રભુજી બેઠકજી કારોબારી યૂવકમંડળ મહિલામંડળ તેમજ શ્રી વીઠલેશ પાઠશાળાના આયોજકો તથા બાળકોના તેમજ વૈષ્ણવોના તન મન ધનના સહકારથી અધિકમાં અધિક મનોરથોના દશઁન વૈષ્ણવો કરી રહ્યા છે સાથોસાથ બહારગામ તથા વિદેશ ના વૈષ્ણવો પોતાના મનોરથો પૂર્ણ કરી રહ્યા છે  આ  વિવાહખેલ મનોરથમાં બહારગામથી અનેક વૈષ્ણવો પધારી અતિ સુંદર દર્શન તેમજ પ્રસાદ પામી હજારો વૈષ્ણવો પોતાની ધન્યતા વ્યકત કરી હતી  આ  સમગ્ર મનોરથનું  આયોજન શ્રી મહાપ્રભુજી બેઠકજીની દરેક સંસ્થાના તેમજ મુખ્યાજી પરિવાર સાથ સહકારથી સંપન્ન થયેલ છે તેમજ માધવાણી પરિવારના અભૂતપૂર્વ સહકાર તન મન ધનથી પૂર્ણ થયેલ છે   દરેક મનોરથમાં ટીવીના સંચાલકો દ્વારા તથા પત્રકારો દ્વારા ન્યૂઝપેપર તથા ટીવી ચેનલોમાં ગામના બહારગામના તેમજ દેશવિદેશના વૈષ્ણવોને આવા અધિક મનોરથોના દર્શન  સમાચારો મળી રહ્યા છે  આ તકે શ્રી મહાપ્રભુજી બેઠકજી કારોબારી કમિટિ  માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સૂત્ર અનુસાર સૌનો સાથ સૌનૌ વિકાસ મૂજબ  સહકાર આપનાર તમામનો આભાર માને છે. ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા સંજોગોવશાત હાજર ન રહી શકેલ પોતાની શુભેચ્છા વ્યકત કરેલ છે  આ પવિત્ર પ્રસંગે શ્રી ગોવર્ધનનાથજી હવેલીના ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા હતા હરહંમેશ અપૂર્વ સહકાર હોય જ છે ગૌશાળાના નિભાવ ફંડમાં ઉદાર હાથે સખાવત આપેલી છે તથા જ્યારે પણ સંસ્થાને  નગરપાલિકા તથા જી ઈ બી કે પોલીસ સ્ટેશનને  લગતા કામકાજની જરૂર પડે   પૂરેપુરો સહકાર કમિટિના સભ્ય શ્રી રાજુભાઈ શીંગાળા દ્વારા મળતો રહે છે   તેમ વિજયભાઈ વસાણી  તથા કાંતીભાઈ પાંચાણી જણાવે છૈ

IMG-20230814-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *