Gujarat

૭૭માં સ્વતંત્રતતા દિન નિમિતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા હર્ષ-ઉલ્લાસ સાથે ઉજવણી.

રાષ્ટ્રપર્વ ૧૫મી ઓગસ્ટ નિમિતે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય- ભચાઉ ખાતે ધ્વજવંદન તથા સંસ્કૃતિક કાર્યક્રમ
ઉજવવામાં આવેલ, જેમાં મુખ્ય અતિથિવિશેષ શ્રી યોગાચાર્ય વૈદ ડો. રુદ્રાંશજી પાડલીયાના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ
તિરંગો ફરકાવીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો, કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે શ્રી એસ.ડી ઝાલા, શ્રી
કિશોરભાઈ રાવલ, શ્રી યુધિષ્ઠિરભાઈ મહેશ્વરી, ડો. ધર્મેન્દ્રભાઈ પરમાર, શ્રી આશિષભાઈ ગઢવી જેવા અગ્રણી
ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા સંચાલિત પરમશાંતિ ઈંગ્લીસ સ્કુલ, નવજીવન શાળા અને નવજીવન મંદબુદ્ધિના
બાળકોની સ્કુલના બાળકો દ્વારા દેશ ભક્તિની ભાવના ઉત્પન્ન થાય તેવી વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી, તથા
મંદબુદ્ધિના બાળકો દ્વારા વિશેષ ડાન્સ પણ કરવામાં આવ્યો અને બધાને મંત્રમુગ્ધ કાર્ય હતા. બાળકો દ્વારા સ્પષ્ટ
ઈંગ્લીશ સ્પીચ આપી આનંદિત કાર્ય હતા. સાથે ડો. રુદ્રાંશજી પાડલીયા એ બાળકોને યોગ તથા સ્વસ્થ શરીર રાખવા
માટેની સમજ આપી તથા ઉપસ્થિત મહાનુભાવો એ સંસ્થાના કાર્યોને બિરદાવ્યું. સાથે આજના સમયની મોટી
સમસ્યા સોસિયલ મીડિયા જરૂરીયાત પ્રમાણે વાપરવા માટેની સમજણ આપવા નાટક પણ રજુ કરેલ. ત્યારે સંસ્થાના
સ્થાપક મંત્રીશ્રી જીતેન્દ્રભાઈ જોષી એ દેશની એકતા વિષે બાળકોને પ્રેરણા આપી, આવનાર સમયમાં એકતા
ટેકનોલોજી અને સ્કીલનો સમય છે તેવું વિદ્યાર્થીઓને જણાવ્યું હતું સંસ્થા છેલ્લા ૩૨ વર્ષથી સમાજ કલ્યાણની
પ્રવૃત્તિ કરી રહી છે, જેમાં ૩૦૦૦૦ જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને મદદ કરવામાં આવી ૪૦૦૦ જેટલા ગરીબ
સામાન્ય પરિવારના બાળકો ને શિક્ષણમાં મદદ કરી સ્વાવલંબી કાર્ય છે, સંસ્થા દ્વારા રાજ્ય સરકાર અનુદાનિત
વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર- ભુજ, ભચાઉ અને નખત્રાણા ના સહયોગથી ૨૦૦૦ જેટલા બહેનોને સંસ્થાએ
મદદ કરી છે જેની માહિતી આપી હતી … શ્રી કિશોરભાઈ રાવલ જાણીતા એડવોકેટ દ્વારા જણાવ્યું કે જીતેન્દ્રભાઈ
જોષી સાચા સમાજ સેવક છે, ખૂબ લાંબા સમયથી વાગડની શૈક્ષણિક સેવામાં ઉત્તમ કાર્ય કરે છે, જેનું ભચાઉ શહેર
ગૌરવ લઇ રહ્યું છે. ડો. ધર્મેન્દ્ર પરમાર દ્વારા સંસ્થાને શુભેચ્છા આપવામાં આવી હતી. આ સમયે સંસ્થાના સમગ્ર
સ્ટાફ જયેશભાઈ, લલીતભાઈ, જ્યોત્સનાબેન, તૃપ્તિબેન, અલ્કાબેન, અમરતભાઈ અને સ્ન્યા એ સાથ સહકાર
આપી કાર્યને સુંદર રીતે પૂર્ણ કર્યું હતું.

IMG-20230816-WA0289.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *