Gujarat

જૂનાગઢ મહાનગરપાલિકાના શીલાફલકમ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવી દેશભક્તિસભર સાહિત્યરસ પીરસશે .

મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત ૧૮મી ઓગસ્ટે કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ તા.૧૭    આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી માટી, મેરા દેશ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાનો તા.૧૮-૮-૨૦૨૩ના રોજ શીલાફલકમ કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમ જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર પાસેના શહીદ પાર્કમાં સવારે ૯.૩૦ કલાકે યોજાશે. જેમાં ખ્યાતનામ લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવી પોતાની આગવી શૈલીમાં દેશભક્તિસભર વાતો રજૂ કરશે.
રાજ્યના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢ અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શહેરની જાહેર જનતાને આ કાર્યક્રમ નિહાળવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *