1979-80 ની સાલમા પાવીજેતપુર તાલુકા મા ડુંગરવાંટ ખાતે સુખી સિંચાઈ વિભાગ દ્વારા ડેમ બનાવવામા આવી રહ્યો હતો તે સમયે કર્મચારી અને અધિકારીઓ માટે બોડેલી ખાતે 252 જેટલા ક્વાર્ટર્સ અને ઓફિસો બનાવવામા આવ્યા હતા .સમય જતાં ડેમ ની કામગીરી પૂર્ણ કેટલાક કર્મચારી ઓની બદલી થઈ તો કેટલાક કર્મચારી ઓ અહી જ રહેતા હતા.સમય જતાં ક્વાર્ટર્સ અને ઓફિસો માં મસ મોટી તિરાડો પડી તો કેટલીક જગ્યા એ પોપડા પડતા ઓફિસો અને ક્વાર્ટર્સ ખાલી કરવા માં આવી હવે જે કર્મચારીઓ અને લોકો ની જે અવર જવર હતી તે વિસ્તાર હવે સૂમસામ બન્યો છે .આ વિસ્તારમાં આવવું પણ જોખમી લાગી રહ્યું છે. નવાઈ ની વાત હવે એ છે કે ભલે ક્વાર્ટર્સ ને ખાલી કરાવી દેવા મા આવ્યા હોઈ પણ કેટલીક ઓફિસો માં આજે પણ લીપાપોતી કરવા માં આવી રહી છે અને જેમાં કર્મચારી ઓ તેમની કામગીરી કરવા માટે મજબૂર છે દૃશ્યો માંજ જોઈ શકાય છે કે જે જૂના જર્જરિત મકાન ને રીનોવેશન કરવા માં આવી રહ્યું છે. કર્મચારીઓને તો ઉચ્ચ અધિકારી ઓ ના આદેશ ને લઈ કામગીરી કરવી પડે છે .પણ કેટલીક ઇમારતો આ સિંચાઈ વિભાગ ની એવી છે કે જે અલીખેરવા અને ખેરવા નો જે રોડ જાય છે ત્યાંથી 12 થી 15 ફૂટ ના અંતરે જે 30 ફૂટ ની ઇમારત ખખડધજ રીતે ઊભી છે હાલ ચોમાસા ના સમય માં કેટલાય બનાવો બનતા હોવા નાં સામે આવી રહ્યા છે તેવી રીતે આ બિલ્ડિંગ જો રોડ તરફ તરફ પડે તો રાહદારી ઓ નું શું ? એવું દરેક રાહદારી ના મન પ્રશ્ન ઉઠી રહ્યો છે. માર્ગ વાહનો થી સતત ધમ ધમ તો હોઈ અને નજીક માંજ સોસાયટી અને સ્કૂલ પણ આવેલ હોઈ કોઈ હોનારત નાં ભોગ ના બને તે પહેલા જર્જરિત ઇમારત ને ઉતારી લેવું જરૂરી બન્યું છે અધિકારીનું તો કહેવું છે સરકાર માં રિપોર્ટ કરી દેવા મા આવ્યો છે ઓર્ડર મળી જતા તેનું ડીમોલેશન કરવા માં આવે હાલ તો જર્જરિત ઇમારતો થી કામ કરતા કર્મચારીઓમા ડર તો છે જ પણ તો રાહદારી ઓ ના માથે જોખમ ના તોળાય તે માટે જલ્દી થી ડીમોલેશન ની કામગીરી કરવા માં આવે તે જરૂરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


