Gujarat

ગાંધીનગર તાલુકા કક્ષાના ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય રીટાબહેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો

ગાંધીનગર
ગાંધીનગર તાલુકા કક્ષાના ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. એમ.એસ.બિલ્ડીંગ, સેકટર-૧૧ ખાતે યોજાયેલ આ કાર્યક્રમને ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સેવા નિવૃત્ત જવાનોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગાંઘીનગર(ઉ)ના ઘારાસભ્ય રીટાબહેન પટેલે જણાવ્યું હતું કે, આઝાદી માટે શહાદત વહોરનાર દરેક વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમા “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજે સમગ્ર ભારતમાં ગામેગામ વીર શહીદોને નમન કરવાના ઉમદા ભાવ સાથે મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. દેશભક્તિની જયોત પ્રજવલિત થઇ છે. આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. મેરી માટી મેરા દેશ કાર્યક્રમ થકી ગામેગામથી માટીનું કળશ શુક્રવારે ગાંધીનગર ખાતે લઇને ગાંધીનગર તાલુકાના વિવિઘ ગામના સરપંચો આવ્યા છે. ગાંધીનગર સહિત સમગ્ર રાજયના તમામ ગામોમાંથી માટીના કળશ દિલ્હી ખાતે લઇ જવામાં આવનાર છે. માટી થકી અમૃત વાટિકાનું નિર્માણ થશે. તેમજ નવનિર્માણ થઇ રહેલા કર્તવ્યપંથમાં આ માટીનો ઉપયોગ થશે. જયારે કર્તવ્યપંથ પર ફૂલ-છોડ અને ઝાડ લહેરાતા હશે, ત્યારે આઝાદી માટે શહીદ થનાર સ્વાતંત્ર્ય વીરો ગૌરવથી કહેશે કે આજે મારો દેશ આઝાદીનો મુક્ત શ્વાસ લઇ રહ્યો છે.
આ પ્રસંગે ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય રીટાબહેન પટેલ અને મહાનુભાવોના હસ્તે શિલાફલકમનું સમર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ હાથમાં માટી લઇને પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તેની સાથે ગાંધીનગર તાલુકાના ત્રણ સેવા નિવૃત્ત જવાન ઘર્મેન્દ્રસિંહ ગોહિલ, અતુલ પ્રજાપતિ અને પ્રકાશકુમાર મકવાણાનું શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઘારાસભ્ય રીટાબહેન પટેલના હસ્તે ઘ્વજ ફરકાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના સ્થળ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પેથાપુર સ્કુલના બાળકોને દેશ ભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને ઉપસ્થિત સર્વેને મંત્ર મુગ્ઘ કરી દીઘા હતા. કાર્યક્રમના આરંભે તાલુકા વિકાસ અધિકારી શ્રી વિનોદ જાેષીએ ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગર પ્રાંત અધિકારી શ્વેતા પંડયા, ગાંધીનગર મામલતદાર હરેશ પટેલ સહિત જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-Ex-07-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *