Gujarat

ભારતમાં એફોર્ડેબલ હેલ્થ ટ્રીટમેન્ટ પ્રાપ્ય છે અને ગુજરાત તેમાં બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છેઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયા

ગાંધીનગર
ગુજરાતનાં ગાંધીનગરમાં જી૨૦ સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક ત્રણ દિવસ માટે યોજાઈ છે. જી-૨૦ સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકની સાથે સાથે ગાંધીનગરમાં ભારતનાં પ્રથમ મેડિકલ ટેકનોલોજી એક્સ્પો, ‘ઇન્ડિયા મેડટેક એક્સ્પો ૨૦૨૩’નું પણ આયોજન થયું હતું. ભારતે ૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ય્૨૦ની અધ્યક્ષતા સંભાળી હતી અને હાલમાં ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલનો સમાવેશ કરીને તે ય્૨૦ ટ્રોઇકાનો ભાગ છે. ટ્રોઇકામાં ત્રણ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે તેવું ભારતની ય્૨૦ની અધ્યક્ષતાએ પ્રથમ વખત ચિહ્નિત કર્યું છે. ય્૨૦ આરોગ્ય મંત્રીની બેઠકમાં મુખ્યત્વે ય્૨૦ હેલ્થ ટ્રેકની ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં એન્ટી-માઇક્રોબાયલ પ્રતિકાર અને વન હેલ્થ ફ્રેમવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય કટોકટી નિવારણ, સજ્જતા અને પ્રતિભાવ; સલામત, અસરકારક, ગુણવત્તાયુક્ત અને સસ્તા તબીબી પ્રતિરોધક પગલાંઓ (રસીઓ, ઉપચાર અને નિદાન)ની સુલભતા અને ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકારનું મજબૂતીકરણ; અને સાવર્ત્રિક આરોગ્ય કવરેજમાં મદદ કરવા તેમજ આરોગ્ય સંભાળ સેવા ડિલિવરીમાં સુધારો કરવા માટે ડિજિટલ આરોગ્ય આવિષ્કારો અને ઉકેલોનો સમાવેશ થાય છે.
જી૨૦ સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકને અનુલક્ષીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું, “ભારતમાં વિશાળ હેલ્થ વર્કફોર્સ છે અને એ જ ભારતની સોફ્ટ સ્ટ્રેન્થ છે.” શ્રી માંડવિયાએ કહ્યું હતું કે ભારતની ય્૨૦ પ્રેસિડન્સી અંતર્ગત આયોજિત આ સમિટમાં વિશ્વના દેશોને ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રથી થનારા લાભોની જાણકારી, તેને સંબંધિત અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ રહી છે. પરંપરાગત ઔષધિઓ અંગે પણ આ અંતર્ગત ચર્ચાઓ થઈ છે. શ્રી માંડવિયાએ કહ્યું હતું કે ય્૨૦ દેશોએ ભારતના હેલ્થ મોડેલને આવકારીને પ્રશંસા કરી છે. દેશમાં આજે હેલ્થ કવરેજ વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આજે દેશના હેલ્થ સેક્ટરમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. પોકેટ એક્સ્પેન્ડિચર ઘટી રહ્યું છે. જેને આજે દુનિયા જાેઈ રહી છે.
શ્રી માંડવિયાએ કહ્યું હતું કે આજે ભારતનું સામર્થ્ય છે કે તે વિશ્વની ૭૦ ટકા રસીની જરૂરિયાત પરિપૂર્ણ કરે છે. જી ૨૦ હેલ્થ મિનિસ્ટર્સ સમિટની ઉપલબ્ધિ વિશે જણાવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે આ સમિટની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે દુનિયા આજે ભારતની ક્ષમતાઓથી પરિચિત થઈ રહી છે. ભારત જે રીતે ડિજિટલ, મેડિકલ ક્ષેત્ર સહિતના અનેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે તેને દુનિયા આજે જાેઈ રહી છે. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વન અર્થ, વન હેલ્થ એડવાન્ટેજ હેલ્થ કેર – ઇન્ડિયા ૨૦૨૩ને સાકાર કરવાના વિઝન સાથે દેશ આજે દુનિયાને પોતાનું સામર્થ્ય દરેક ક્ષેત્રમાં દર્શાવવા સક્ષમ બની રહ્યો છે.

File-02-Page-Ex-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *