Gujarat

ભાથરોટ પે સેન્ટર શાળામાંથી બદલી થયેલ શિક્ષકોનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

માંગરોળ તાલુકાની ભાથરોટ પે સેન્ટર શાળામાં બદલીથી ગયેલ શિક્ષકો અને બદલીથી આવેલ શિક્ષકોનો ભવ્ય વિદાય અને સત્કાર સમારંભ અને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાથરોટ પે સેન્ટર શાળામાંથી વિદાય થયેલ વિજયભાઈ જોરા અને વિરમભાઈ બંધીયા બંને શિક્ષકોએ વર્ષોથી ગામની શાળામાં ફરજ બજાવી શાળામાં બાળકો અને વાલીઓ અને ગ્રામજનોના હૃદયમાં સ્થાન મેળવી લોકપ્રિય શિક્ષક તરીકે ખૂબ પ્રામાણિકતાથી ફરજ બજાવી હતી. જેથી બંને શિક્ષકો ની વિદાય સ્ટાફ,બાળકો અને ગ્રામજનોએ ગરિમા પૂર્ણ રીતે આયોજન કર્યુ હતું.જેમાં તમામ પેટા શાળાના આચાર્યો  પુર્વ સી.આર.સી. નંદાણીયા ગોવિંદભાઈ, સી.આર.સી. ગરેજા મેરૂભાઈ અને શાળા નો સ્ટાફ ઉપસ્થિત રહી બંને શિક્ષકોને સાલ તેમજ મોમેન્ટો આપી વિદાય સમારંભ યોજેલ હતો. સમગ્ર સ્ટાફ તથા શાળાના બાળકોએ ખૂબ ભારે હૃદયે બંને શિક્ષકોને વિદાય આપી હતી. તો બીજી બાજુ સાથે જ આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે નિવૃત્તિનો વિદાય સમારંભ તો થતો હોય છે પણ અહીં બદલીથી ગયેલ શિક્ષકોનો આવો ભવ્ય વિદાય સમારંભ અને આવેલા બંને શિક્ષકોનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોલંકી દિનેશભાઈ દ્વારા કરવામાં આવેલ હતું. તેમજ શાળાના આચાર્યવિનોદભાઈ ઝાલા તથા સમગ્ર સ્ટાફ દ્વારા સુંદર રીતે આ વિદાય કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.. અંતમાં શાળાના તમામ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું……
રિપોર્ટ રસિક વેગડા મોટી કુકાવાવ

IMG-20230820-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *