………………………….ગાંધીનગરમાં આવેલા શિક્ષાપત્રી ફાઉન્ડેશનને તેની , સેવાકીય કામગીરી કોરોના (સેકન્ડ વેવ) 14 એપ્રિલ 2021 થી ટિફિન સેવાથી શરૂ કરી છે, તે સમયે સમગ ગાંધીનગર માં ઘરે ઘરે જઈને કોરોના પોઝિટિવ દર્દીઓને ટિફિન સેવા પહોંચાડાઇ હતી તથા ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ દર્દીઓ, 108 સ્ટાફ કે પોલીસ હોય તે તમામને આ સેવા પહોંચાડાઈ હતી .હાલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દરરોજ 500-600 દર્દીઓને સાંજે નિ:શુલ્ક ખીચડી વિતરણ કરવામાં આવે છે. કોરોના સમયે ૫૧ હજારથી વધુ ટિફિન ની નિશુલ્ક વ્યવસ્થા કરી છે, અત્યાર સુધી બે લાખથી વધુ લોકોને વેજિટેબલ પાંચ ધાનની ખીચડી આપી જઠરાગ્નિને ઠારી છે, જે સેવા કાર્ય હાલમાં ચાલુ છે , નવરાત્રીના આયોજન સાથે આ સેવા કામગીરીનો વેગ આપવાનો ઉદ્દેશ છે, શિક્ષાપત્રી ફાઉન્ડેશન અને જોકર્સ આઈ ઇવેન્ટ સંયુક્ત પણે ગાંધીનગરમાં સેવા કાર્ય વિસ્તારના ભાગરૂપે નવરાત્રીના વિશાળ ગરબા નું આયોજન નિજાનંદ ફાર્મ, ગિફ્ટ સિટી ખાતે કર્યું છે. તારીખ 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન પાટનગર ગાંધીનગરમાં “અંડર ધ મુન લાઈટ ગરબા 2023 “નામથી શક્તિનું પર્વ નવરાત્રી ઉજવાશે. દરમિયાન મળેલા નાણાં સેવા કાર્યોનેને વેગ આપવામાં વાપરવામાં આવશે. ગિફ્ટ સિટી નજીક ગરબા ના વિશાળ , અને સમગ્ર આયોજનમાં શિક્ષાપત્રી ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રી નિમેષ ચૌધરી , વિષ્ણુ ચૌધરી , હિતેશ ચૌધરી અને જોકર્સ આઈ ઇવેન્ટ્સ ના રવિ ચતવાણી સંકળાયેલા છે. નિજાનંદ ફાર્મ, ગિફ્ટ સિટી ના ગરબાના વિશાળ આયોજનમાં કુલ 7.50 લાખ સ્ક્વેર ફૂટ ગ્રાઉન્ડ એરિયા અને 3.5 લાખ સ્ક્વેર ફૂટ પાર્કિંગ એરિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ વિતરણ કરવામાં આવે છે કોરોના કાળ દરમ્યાન અમારી સંસ્થાએ કરેલા સેવા કાર્યને જાણીતી સંસ્થા બીએપીએસ ના સત્સંગમાં સેવા કાર્ય ટિફિનસેવાની ખાસ નોંધ લેવામાં આવી હતી .જે અમારા માટે ગૌરવની અને સેવા કાર્યને આગળ ધપાવાના બળ સમાન ઘટના છે.


